ભેજાબાજોએ વૃદ્ધને છેતર્યા:અમદાવાદમાં 73 વર્ષના વૃદ્ધને પોલિસી પ્રીમિયમ ભરવાનું બાકી હોવાનું કહીને બે ગઠિયાએ 3.50 લાખ પડાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં એક વૃદ્ધને અજાણ્યા નંબર પરથી ફોન કરીને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ભરવા બાકી હોવાનું કહીને પોલિસી સમાજવીને બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે 3.50 લાખ પડાવ્યા હતા. જે બાદ ગઠિયાઓએ ફોન ઉઠાવતા નહોતા. જેથી વૃદ્ધને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલિસી એક્ટિવ કરાવાના બહાને ફોન કર્યો
થલતેજમાં રહેતા 73 વર્ષના સતીષ ચોપરા મશીનરી બનાવવાનો વેપાર કરે છે. એપ્રિલ મહિનામાં તેમના પર સુમિત અરોરા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેને પોતાની ઓળખ એક્ક્ષા લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર તરીકે આપી હતી. આ કંપનીમાં સતિષભાઈએ 7 વર્ષ અગાઉ પોલિસી લીધી હોવાનું સુમિત આરોરાએ જણાવ્યું હતું કે, તમારે પોલિસીના 50,000 લેખે 7.50 લાખ ભરવાના બાકી છે. આમ પોલિસી અંગે વિશાલ ભારદ્વાજ નામના શખ્સે સતિષભાઈને ફોન કરીને સમજાવ્યું હતું.

પૈસા બેંકમાં આવતા ગઠિયાઓએ ફોન ઉઠાવવાનું બંધ કર્યું
​​​​​​​
પોલિસી અંગે સમજણ આપીને સતિષભાઇના ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા હતા જે બાદ તેમણે પોલિસી ચાલુ કરાવવા કહ્યું હતું. જેથી સતીષભાઈએ પૈસા ભરીને પોલિસી એક્ટિવ કરાવવા તૈયાર થયા હતા. જે બાદ બેંકની વિગત મળતા સતિષભાઈએ ટુકડે ટુકડે 3.50 લાખ રૂપિયા ભર્યા હતા. આ બાદ ફોન કરતા ગઠિયાઓએ ફોન ઉઠાવવાનું બંધ કર્યું હતું. જેથી સતિષભાઈએ કંપનીમાં જઈને તપાસ કરાવી ત્યારે તેમની કોઈ પોલિસી એક્ટિવ થઈ નહોતી. જેથી સતીષભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...