કોરોનાના દર્દીઓ દાખલ થવા લાગ્યા:અમદાવાદમાં વેન્ટીલેટર પર 4 દર્દી સહિત 73 અને વડોદરામાં 57 દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં કેસો વધવાની ગતિ વધુ છે. રોજે રોજ 1200 કરતાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તેની સાથે સાથે વડોદરામાં પણ હવે કેસો વધવા લાગ્યા છે. જેને પગલે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અમદાવાદમાં વેન્ટીલેટર પર 4 દર્દી સહિત 73 અને વડોદરામાં 57 દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

અમદાવાદમાં આઇસોલેશનના 49 બેડ ભરાયા
હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 97 ટકા બેડ ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં 759 બેડમાંથી 49 બેડ ભરાયા છે અને 710 બેડ ખાલી છે. HDUના 841 બેડમાંથી 18 બેડ ભરાયા છે અને 823 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 367 બેડમાંથી માત્ર 2 બેડ ભરાયા છે અને 365 બેડ ખાલી રહ્યાં છે. તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 183 બેડમાંથી 4 બેડ ભરાયા છે અને 179 બેડ હાલમાં ખાલી પડ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં કુલ 2150 બેડમાંથી હાલમાં 73 બેડ ભરાયા છે અને 2077 બેડ ખાલી છે. જેથી 97 ટકા બેડ હાલમાં ખાલી પડ્યા રહ્યાં છે.

અમદાવાદમાં 2 દર્દી ICUમાં
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો બાળકોને પાર પહોંચી ગયા છે હાલમાં અમદાવાદમાં 73 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, જેમાં ચાર દર્દી વેન્ટિલેટર પર છે. 49 દર્દીઓ આઇસોલેશન બેડમાં, 18 દર્દીઓ HDU અને 2 દર્દીઓ ICUમાં છે. અમદાવાદની 43 જેટલી હોસ્પિટલો હાલ કોરોનાની સારવાર કરવામાં આવે છે. જેમાં અત્યારે 11 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં 2, જનકલ્યાણ હોસ્પિટલ અને મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલમાં 1-1 એમ કુલ ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. એસજી હાઈવે પર આવેલી એસજીવીપી અને સોલા સિમ્સ હોસ્પિટલમાં સૌથી વધુ 9-9 દર્દીઓ આઇસોલેશન બેડમાં દાખલ છે.

આ હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ થયા
અમદાવાદની ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો ઓઢવની સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલ, નિકોલની રાબડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, શાહીબાગની BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ, એસજી હાઈવે પર આવેલી એસજીવીપી અને સોલા સિમ્સ હોસ્પિટલ, વસ્ત્રાપુર ની સાલ અને DHS મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, મેમનગરની સ્ટર્લીંગ હોસ્પિટલ અને ICON હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે.

વડોદરામાં ખાનગીમાં 57 દર્દી દાખલ
વડોદરામાં કોરોના ફરી એકવખત વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના 442 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 220 કેસ તો માત્ર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે 87 કેસ સાથે ઉત્તર ઝોન, 78 કેસ સાથે દક્ષિણ ઝોન અને 57 કેસ સાથે ચોથા ક્રમે પૂર્વ ઝોન છે. સરકારી આંકડા અનુસાર 25 ડિસમ્બરથી 4 જાન્યુઆરી સુધી 11 દિવસમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. જેમાંથી 57 લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે એસ.એસ.જી હોસ્પિટલમાં 1 અને ગોત્રીની GMERS હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...