જાહેરમાં ગંદકી મામલે કડક કાર્યવાહી:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓસિયા મોલ અને હેવમોર આઇસ્ક્રીમ સહિત 72 કોમર્શિયલ એકમો સીલ, 1.71 લાખનો દંડ વસુલયો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે જાહેરમાં કચરો અને ગંદકી કરનારા મોલ, ગોડાઉન, દુકાનો, પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને શોપિંગ શોપને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે વટવા વિસ્તારમાં અવિરાજ કોમ્પલેક્ષમાં આવેલા ઓશીયા મોલને જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં 25 હજારનો દંડ લઈ સીલ ખોલી આપવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં 72 જેટલાં કોમર્શિયલ એકમોને સીલ મારવામાં આવ્યા હતા.

બે દિવસમાં 1.71 લાખનો દંડ વસુલયો
દક્ષિણ ઝોનમાં સોલિડ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાજન પરમારની આગેવાનીમાં છેલ્લા બે દિવસથી જાહેરમાં ગંદકી અને કચરો કરનારા કોમર્શિયલ એકમો સામે કડક કાર્યવાહીની ડ્રાઇવ કરવામાં આવી હતી. જે પણ કોમર્શિયલ એકમોની બહાર ગંદકી અથવા કચરો દેખાય તો તેને નોટિસ આપી અને તેની પાસેથી દંડ વસૂલવાની અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વટવામાં ઓશિયા મોલ, મણિનગરમાં હેવમોર આઈસ્ક્રીમ, આશાપુરા ભોજનાલય, દાણીલીમડા ચેમ્પિયન બેકરી, ઘોડાસર ચાર રસ્તા સોનું ભાજીપાઉં સહિત બે દિવસમાં અલગ અલગ 72 જેટલી દુકાનો, હોટલો અને મોલને સીલ કરવામાં આવ્યા હતા. બે દિવસમાં કુલ 1.71 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...