તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ મોર્નિંગ ગુજરાત:PM મોદીના 71મા જન્મદિનની ઉજવણી, કોરોના ગાઇડલાઈન મુદ્દે રાજકીય પક્ષો-નેતાઓને હાઇકોર્ટે ઝાટક્યા

અમદાવાદ10 મહિનો પહેલા

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આજે ગુજરાતની આ 5 ઘટના પર રહેશે નજર

1. આજે PM મોદીનો 71મો જન્મદિનઃ ભાજપની વર્ચ્યુઅલ રેલી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે આજે તેમના જીવન પર આધારિત બે વર્ચ્યુઅલ રેલીનું ભાજપે આયોજન કર્યું છે. આ પૈકી સાંજે 5.00 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રેલી ઉત્તર ઝોનમાં તેમજ સાંજે 7.00 વાગ્યે પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલની રેલી મધ્ય ઝોનમાં યોજાશે. આ ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર ભાજપના એકમો દ્વારા વૃક્ષારોપણ, કિટ વિતરણ ઉપરાંત સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા છે.

2. નર્મદા ડેમને છલોછલ ભરી CM રૂપાણી મા રેવાનું ઇ-પૂજન કરશે
સરદાર સરોવર નર્મદા ડેમને આજે છલોછલ ભરીને રાજ્ય સરકાર PM મોદીને જન્મદિનની ભેટ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ઓફિસેમાંથી સવારે નર્મદા મૈયાનું ઇ-પૂજન કરશે અને નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા કરીને નર્મદા બંધમાં નવા નીરના વધામણાં કરવામાં આવશે.

3. કંપની સેક્રેટરી એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ
કંપની સેક્રેટરી એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું આજે બપોરે બે વાગ્યે પરિણામ જાહેર થશે. ગત 29 અને 31 ઓગસ્ટના રોજ લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ https://www.icsi.edu/cseet/ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

4. AMCની સ્ટેન્ડિંગ બેઠકમાં ભાડૂઆતના ડબલ ટેક્સ અંગે નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક યોજાશે, જેમાં શહેરના ફાઇનલ પ્લોટ કે સર્વે નંબરમાં ગેરકાયદે બાંધકામ હોય અને પાર્ટમાં જમીન ખાલી હોય એવા 500 ચો.મી જમીનમાં પ્લાન પાસની ફી ઉપરાંત વધારાની રહેણાક ફી અંગે નિર્ણય લેવાશે. ભાડૂઆત પાસે ડબલ પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે.

5. ધોરાજીમાં 100 બેડનું આઇસોલેશન સેન્ટર ખુલ્લું મૂકાશે​​​​​​​
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ સમિતિએ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે 100 બેડનું કોરોના સેલ્ફ આઇલોલેશન સેન્ટર તૈયાર કર્યું છે. આ સેન્ટરને સમાજના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સેન્ટરમાં મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે જોઈએ ગઈકાલના 4 ખાસ સમાચાર​​​​​​​

1. કોરોના ગાઇડલાઈનના મુદ્દે રાજકીય પક્ષો-નેતાઓની હાઈકોર્ટે ઝાટકણી કાઢી​​​​​​​
રાજ્યમાં કોરોના ગાઇડલાઈનના રાજકીય પક્ષો, નેતાઓ અને જનતા દ્વારા ઉલ્લંઘનની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા રાજ્ય સરકારને આદેશ કરતાં હાઈકોર્ટે રાજકોટ, વડોદરા સહિતનાં શહેરોમાં વધતા કેસોને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2. ગુજરાતમાં 21 સપ્ટે. પછી પણ ધો. 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે​​​​​​​
કોરોના મહામારીને ગુજરાતની તમામ સ્કૂલો 21 સપ્ટેમ્બર પછી પણ બંધ રહેશે તેવો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ મુજબ હવે ગુજરાતમા 21મી પછી ધોરણ 9થી 12 માટે પણ શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં મરજિયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ કહ્યું છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

3. ભાવનગરમાં રિટાયર્ડ Dyspના પુત્રનો પત્ની-બે દીકરી સાથે સામૂહિક આપઘાત​​​​​​​
ભાવનગરના વિજયરાજનગરમાં રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહે પત્ની બીનાબા અને બે દીકરી નદીનીબા (18) અને યશસ્વીબા (11) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું છે. જોકે એક જ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી 4 જણા સામૂહિક આપઘાત કેવી રીતે કરી શકે એ સવાલ ઊઠ્યો છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

4. પાકિસ્તાને ભારતીય જળસીમામાંથી સૌરાષ્ટ્રના 45 માછીમારનું અપહરણ કર્યું​​​​​​​
પાકિસ્તાનને ફરી એકવાર નાપાક હરકત કરતા ભારતીય જળસીમામાં ઘૂસીને બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાનના કરાચી બંદરે લઈ જવાતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

5. માસૂમ ખુશીનો હત્યારો પકડાયો, દુષ્કર્મના ઈરાદે ખેતરમાં લઈ જઈ ગળું દબાવી દીધું​​​​​​​
અમદાવાદમાં ગુમ થયેલી અને પછી જેની લાશ ખેતરમાંથી મળી હતી એ 7 વર્ષની માસૂમ બાળકી ખુશીનો હત્યારો ઝડપાઈ ગયો છે. ખુશીની સાથે પાડોશમાં રહેતા ભીખા મિસ્ત્રી નામની વ્યક્તિ કે જેને બાળકી મામા કહી બોલાવતી હતી તે જ તેને ખેતરમાં લઈ ગયો હતો અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખુશીએ બૂમો પાડતાં તેણે તેનું ગળું દબાવી હત્યા કરી હતી.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

અન્ય સમાચારો પણ છે...