ભરતી:7160 આંગણવાડી કાર્યકરોની કરાશે ઓનલાઈન ભરતી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ રહી છે ત્યારે આંગણવાડી કેન્દ્રોમાં 7160 કાર્યકરો અને તેડાગર બહેનોની ઓનલાઇન ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ ભરતી માટે ખાસ વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવી છે જે દેશમાં પ્રથમ પ્રયોગ છે.

હાલમાં 1.04 લાખ માનદ સેવકોની જગ્યા પૈકી 97098 જગ્યાઓ ભરેલી છે. આગામી છ મહિનામાં ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરી તમામ જિલ્લામાં 45 દિવસમાં ભરતીની સાઇકલ પૂર્ણ કરવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...