ઉજવણી:વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં 71 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીએ વૃક્ષ વાવીને સંદેશ આપ્યો - Divya Bhaskar
મુખ્યમંત્રીએ વૃક્ષ વાવીને સંદેશ આપ્યો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઈને ગ્રીન કવર વધારવા નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો. આ 71 હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોદીએ વન મહોત્સવને જન ભાગીદારીથી જન મહોત્સવ બનાવી રાશિ વન, નક્ષત્ર વન જેવા 21 વનોના નિર્માણ રાજ્યમાં વિવિધ સ્થળોએ કર્યા છે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં વૃક્ષોની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો
ગુજરાતમાં આ વનીકરણને પરિણામે દોઢ બે દાયકામાં રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં 58 ટકાના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો ગુજરાત ધરાવતું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "mission million trees" અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત ગરીબોની બેલી કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું.

પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહને મુખ્યમંત્રીની સાથે પ્રથમ હરોળમાં સ્થાન અપાયું
પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહને મુખ્યમંત્રીની સાથે પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં
અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો પણ હાજર છે. તેમને પણ પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે પ્રથમ હરોળમાં જ પ્રદીપસિંહને સ્થાન આપી તેમનું માન-સન્માન જાળવવામાં આવી રહ્યું હોવાનો મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેર માંથી બે ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે તેઓ બંનેને અન્ય જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા છે.