તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં 'નમો વન':PM મોદીના જન્મદિવસે બાપુનગરમાં 71 પ્રકારના 71,000 વૃક્ષોનું વાવેતર કરાશે, સ્ટે. ચેરમેને ટ્રેક્ટર ચલાવી તૈયારીનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ7 દિવસ પહેલા
બાપુનગરમાં ટ્રેક્ટર ચલાવી વૃક્ષારોપણની તૈયારીનું નિરીક્ષણ કરતા AMCના હોદ્દેદારો
  • સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે ટ્રેકટર ચલાવી વૃક્ષારોપણની કામગીરીનું નિરીક્ષણ કર્યું
  • જાપાનની 'મિયાવાકી' પદ્ધતિથી મિની જંગલ ઊભું કરાશે

અમદાવાદ શહેરમાં વૃક્ષોનું ગ્રીનકવર વધારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વાવી 16 ટકા ગ્રીન કવર કરવાના પ્રયાસ રૂપે હવે બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી 71000 જેટલા વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે.

વૃક્ષારોપણને લઈને મ્યુનિ.ના હોદ્દેદારોએ કર્યું નિરીક્ષણ
આ વૃક્ષારોપણને લઇ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વની વાત એ છે કે ખુદ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે ટ્રોલી સાથે ટ્રેકટર ચલાવી અને આખા સ્ટેડિયમનો રાઉન્ડ લઇ કામગીરી જોઈ હતી. સ્ટેન્ડિંગ ચેરમેન સાથે ખુદ કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેન પ્રકાશ ગુર્જર અને અધિકારીઓ પણ ટ્રેકટરમાં જ બેસીને નિરીક્ષણ કર્યું હતું.

71 પ્રકારના 71,000 વૃક્ષોનું વાવેતર કરાશે
71 પ્રકારના 71,000 વૃક્ષોનું વાવેતર કરાશે

17મી સપ્ટેમ્બરે 71,000 વૃક્ષોનું વાવેતર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મદિવસે આ સ્ટેડિયમમાં 71 જાતના 71000 વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવશે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ જગ્યાને હવે "નમો વન" તરીકે ઓળખવામાં આવશે. વૃક્ષારોપણની કામગીરીની તૈયારીના ભાગ રૂપે આજે સાંજે લાલબહાદુર સ્ટેડિયમ ખાતે પ્રભારી ધર્મેન્દ્ર શાહ પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત તેમજ કાઉન્સિલરો સાથે ટ્રેકટરમાં નિરીક્ષણ કર્યું હતું.