ભાસ્કર સરવે:71% યુવાઓને પરિવાર સાથે મળે છે ખુશી, માતા-પિતાને ફાળવી શકે છે માત્ર 2 કલાક, સેલરીના 15% જ બચાવી શકે છે 55% યુવાનો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ છે સુરતની અન્વિ. દિવ્યાંગ છે, હૃદયના વાલ્વમાં લીકેજ છે છતાં 120 પ્રકારના યોગ કરે છે, રબર ગર્લના નામથી ઓળખાય છે. - Divya Bhaskar
આ છે સુરતની અન્વિ. દિવ્યાંગ છે, હૃદયના વાલ્વમાં લીકેજ છે છતાં 120 પ્રકારના યોગ કરે છે, રબર ગર્લના નામથી ઓળખાય છે.
  • યુવા દિવસ પર દિવ્ય ભાસ્કર સરવે - 18થી 35 વર્ષના ગુજરાતના યુવાનોના મનની વાત
  • 35% યુવાનોને ધર્મ અને જ્ઞાતિના નામ પર ભેદભાવથી અને 32%ને ગુણવત્તાસભર શિક્ષણની કમી સામે ફરિયાદ છે.
  • યુથનો મત - 90% યુવતીઓ લગ્ન બાદ પણ નોકરી કરવા માગે છે, 65% યુવા પરિવાર માટે ગિફ્ટ ખરીદે છે

ગુજરાતના યુવાનો જેટલા બદલાતા સમય અને આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા છે એટલા જ સંસ્કારો અને પરિવાર પ્રતિ લાગણીથી પણ જોડાયેલા છે. રોકાણ અને નવી આશાઓને લઇને પણ તેઓ એલર્ટ છે, સાથે જ તેઓ દેશની સમસ્યાઓ બાબતે પણ જાગ્રત છે. તેઓ સપનાં તો જુએ જ છે, પણ વાસ્તવિકતામાં પણ રહેવું તેમને પસંદ છે.

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરે કેટલાક સવાલો પર ગુજરાતના યુવાનોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. આ સરવેનાં પરિણામો જણાવે છે કે 18થી 35 વર્ષના ગુજરાતી યુવાનોને આજે પણ સૌથી વધારે ખુશી પરિવારની સાથે જ મળે છે. સરવે પ્રમાણે, 71 ટકા યુવાનોએ પોતાની પહેલી પ્રાથમિકતા પરિવારને ગણાવી છે. તેમને એ બાબતનો પણ અફ્સોસ છે કે તેઓ પોતાનાં માતા-પિતાને દરરોજ માત્ર 2 કલાક જ ફાળવી શકે છે.

55 ટકા યુવાનો માને છે કે તેઓ પોતાના પગારના 15 ટકા સુધી જ બચત કરી શકે છે. 35% યુવાનોને ધર્મ અને જ્ઞાતિના નામ પર ભેદભાવની, 31.5% યુવાનોને ગુણવત્તાસભર શિક્ષણની કમી સામે, જ્યારે 16.6%ને નોકરી-રોજગારમાં સીમિત તકો સામે ફરિયાદો છે. જાણીએ, ગુજરાતી યુવાનોમાં મનની વાત…