તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 71, કોંગ્રેસ 68 અને આમ આદમી પાર્ટીના 24 ફોર્મ ભરાયા છે. હવે 16મી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 16મી ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ થતાં મામલો હાઇકોર્ટમાં જવાની શક્યતા છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનો હાલ લીગલ સલાહ લઇ રહ્યા છે. તાલુકા પંચાયતમાં ભાજપના 41, કોંગ્રેસ 39, આપ 10 અને ધોળકા, વિરમગામ, બારેજા નગરપાલિકામાં ભાજપ 156, કોંગ્રેસ 90, આપ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની ભૂવાલડીના બુધાજી ઠાકોરમાં કોંગ્રેસના મેન્ટેડમાં ભૂલ હોવાના લીધી અને સીંગરવાના ક્રિશ્ના મહેલ પટેલના ફોર્મમાં સૌચાલય નહીં હોવાનું ઉમેદવારે અધિકારી સામે ઓન કેમેરા સ્વિકારવા સહિત પતિએ પણ લેખિત સ્વિકાર્યુ હોવાનું જણાવી બંને બેઠકો પર ફોર્મ રદ કરાયા છે. ફોર્મ ખોટી રીતે રદ કરાયા હોવાનો આક્ષેપ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પકંજસિંહ વાઘેલાએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષનો મેન્ટેડ હતો. જેમાં પૂરી વિગત લખી હતી, તે ફોર્મ બદલી કાઢવામાં આવ્યું છે. જ્યારે ક્રિશ્ના પટેલ સોસાયટીમાં ટેનામેન્ટ ધરાવે છે તો સ્વભાવિક છેકે, તેમના ઘરમાં શૌચલય હોય. આમ છતાં રાજ્યની ભાજપ સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો વિસ્તાર હોવાથી શામ,દામ, દંડની નિતી અપનાવી બંને ફોર્મ રદ કરાવ્યા છે. બંને બેઠક પર ભાજપને હારવાનો ડર હતો. જેથી પોલીસ અને ચૂંટણી અધિકારીઓની મદદથી ફોર્મ રદ કરાવ્યા હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું કે, આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરાશે. આ અંગે કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા ચાલી રહી છે.
ભાજપના જિલ્લા પ્રમુખ હડસદગીરી ગોસાઇએ કહ્યું કે, ફોર્મની વિગતો સ્કેન કરી ચૂંટણી પંચને મોકલવાની હોય છે. જેથી અધિકારીઓ ખોટુ કરે નહીં. ઓન કેમેરા શૌચાલય નહીં હોવાનું ઉમેદવાર સ્વિકારયા પછી કોંગ્રેસ ખોટો કકળાટ કરે છે. આગેવાનો સામે ખોટા આક્ષેપ કરે છે. કોંગ્રેસની નબળાઇ જણાઇ આવે છે.
બીજીતરફ સોમવારે ફોર્મ ચકાસણીના દિવસે જિલ્લાની પ્રત્યેક ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અપક્ષ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છેકે, ભાજપના ઉમેદવારોએ રવિવારે ફોર્મમાં સુધારો વધારો કરી પુરાવા પણ સામેલ કરી દીધા છે. જેથી કરીને સોમવારે વિવાદ સર્જાય નહીં. જોકે સોમવારે ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારો પણ સમર્થકો સાથે જોવા મળ્યા હતાં. પરંતુ હજી ભાજપનું એક પણ ફોર્મ રદ થયું નથી. જિલ્લા પંચાયત કુલ 197 ફોર્મ ઉપરાંત નગરપાલિકામાં ધોળકા ભાજપ 43, કોંગ્રેસ 43, વિરમગામ ભાજપ 65, કોંગ્રેસ 28, બારેજામાં ભાજપ 48 અને કોંગ્રેસ 19 ઉમેદવારો મેદાનમાં છે.
તાલુકા પંચાયત માટે ભરાયેલાં ફોર્મ
તા. પંચાયત | ભાજપ | કોંગ્રેસ | કુલ |
બાવળા | 36 | 33 | 94 |
દસક્રોઇ | 58 | 43 | 105 |
દેત્રોજ-રામપૂરા | 30 | 35 | 84 |
ધંધુકા | 27 | 23 | 66 |
ધોલેરા | 27 | 18 | 58 |
ધોળકા | 44 | 33 | 102 |
માંડલ | 20 | 24 | 64 |
સાણંદ | 41 | 39 | 117 |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.