તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથળતું શિક્ષણ:ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 લાયકાત વગરના શિક્ષકો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સૌથી વધુ અમદાવાદની સ્કૂલમાં 2361 શિક્ષકો લાયકાત વગરના

દર વર્ષે ફી વધારો કરવા માટે આતુર રહેતી ખાનગી સ્કૂલો લાયાકાતવાળા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા આતુર ન હોવાનું વિધાનસભામાં બહાર આવ્યું છે. કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતની 3065 ખાનગી પ્રાથમિક સ્કૂલમાં 7098 શિક્ષકો લાયકાત વગરના છે. અમદાવાદમાં સૌથી વધુ 2361 લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.

સૌથી વધુ કયાં શહેરમાં લાયકાત વગરના શિક્ષકો

જિલ્લાનું નામપ્રા. શાળાશિક્ષકોની સંખ્યા
અમદાવાદ11612361
કચ્છ255686
સુરત287609
રાજકોટ156508
સુરેન્દ્રનગર142475

​​​​​​​લઘુમતી, આદિજાતિની શાળાઓની મંજૂરી પણ શિક્ષણ બોર્ડ જ આપશે

​​​​​​​ગુજરાત સરકાર પોતાના કાયદામાં સુધારો કરીને લઘુમતી કે આદિજાતિ સંસ્થાઓ સંચાલિત શાળાઓની મંજૂરી પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ થકી લેવાનું ફરજિયાત બનાવશે. આવી સંસ્થા જો સરકારી ગ્રાંટ મેળવતી હોય તો શૈક્ષણિક કે બિનશૈક્ષણિક સ્ટાફની શૈક્ષણિક લાયકાતનું ધોરણ ઇચ્છા મુજબ ઘટાડી શકશે નહીં. સ્ટાફની બદલી, બઢતી કે સસ્પેન્શનની સત્તા ગુજરાત શૈક્ષણિક સંસ્થા ટ્રિબ્યુનલને અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો