GST વિભાગની કાર્યવાહી:પાંચ વર્ષમાં 7068 કરોડ લેટ ફી, 9454 કરોડ વ્યાજ વસૂલ્યું; RTIની માહિતી મુજબ 20% આવક લેટ ફી - વ્યાજની

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દર મહિને ટેક્સ ભરવાની જોગવાઈથી સમય સચવાઈ શકતો નથી

જીએસટી જુલાઇ 2017માં લાગુ થયા પછી સાડા પાંચ વર્ષ વીતવા છતાં કરદાતા હેરાન થઇ રહ્યાં છે અને લેટ ફી સાથે વ્યાજ ભરવું પડે છે. આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં જીએસટીએ દેશભરના કરદાતાઓ પાસેથી લેટ ફી પેટે રૂ. 7067.95 કરોડ અને વ્યાજ પેટે રૂ. 9453.98 કરોડ વસૂલ કર્યા છે.

અગાઉ જીએસટીમાં ત્રણ મહિને અથવા છ મહિને ટેકસ ભરવાની જોગવાઇ હતી. જેની જગ્યાએ દર મહિને જોગવાઇ કરવામાં આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સરકારને ટેકસ કરતા દંડ અને વ્યાજની વસુલાત વધારે થઇ છે. સામાન્ય રીતે દર મહિને રૂ. 1 લાખ કરોડની આવક જીએસટીમાંથી થાય છે તેવું સરકાર કહે છે. જેની સામે 7 હજાર કરોડનો દંડ અને 9 હજાર કરોડ વ્યાજ ટેકસની આવકના 20 ટકા થાય છે. આને લઇને જીએસટી રિટર્ન અને ટેકસ સમયસર ભરવામાં મુશ્કેલી થાય છે.

વર્ષવાર વસૂલાયેલી લેટ ફી અને વ્યાજ

વર્ષલેટ ફી‌વ્યાજ

જુલાઇ 2017થી માર્ચ 2018

366.74386.26
2018-192057.531836.09
2019-202507.753278.57
2020-211695.312804.69

2021 સપ્ટેમ્બર સુધી

440.621148.37

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...