પ્રવેશ પ્રક્રિયા:LLBમાં 7000 વિદ્યાર્થીઓ અરજી કરી હતી, પરંતુ ગ્રાન્ટેડ કોલેજની 1700 સીટ ભરાતા ખાનગી કોલેજમાં અનેક સીટ ખાલી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટીમાં LLBની 3450 સીટ છે જેમાંથી 1700 સીટ ગ્રાન્ટેડ કોલેજની છે
  • 20 તારીખ સુધી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલશે

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રકિયા પૂર્ણ થવાના આરે છે. LLBમાં અત્યારે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ગ્રાન્ટેડ કોલેજમાં તમામ સીટ ભરાઈ ગઈ છે અને ખાનગી કોલેજની અનેક સીટ હજુ ખાલી છે હવે ભરાવવાની શક્યતા ઓછી છે. 20 તારીખ સુધી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલશે. જે બાદ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થશે અને અભ્યાસ શરૂ થશે.

ગ્રાન્ટેડ કોલેજની 1700 સીટ ભરાઈ
ગુજરાત યુનિવર્સિટીમાં LLBની 3450 સીટ છે જેમાંથી 1700 સીટ ગ્રાન્ટેડ કોલેજની છે. જ્યારે બાકીની સીટ ખાનગી કોલેજની છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા ગ્રાન્ટેડ કોલેજમાં ફી ઓછી હોવાથી તમામ સીટ ભરાઈ ગઈ છે જ્યારે ખાનગી કોલેજમાં અનેક બેઠક ખાલી છે. ખાનગી કોલેજમાં 10,000 જેટલી ફી છે જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળે છે. કુલ 7000 અરજીઓ આવી હતી. જેની સામે ગ્રાન્ટેડ કોલેજની 1700 સીટ ભરાઈ છે પરંતુ ખાનગી કોલેજની અનેક સીટ બાકી છે જે પુરેપુરી નહિ ભરાય. 7000 વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મેળવવા જ પ્રયત્ન કરી રહ્યા છે.

7000 અરજીઓ સામે 3450 બેઠક છે
પ્રવેશ સમિતિ પાસેથી મળતી માહિતી મુજબ, 20 નવેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે અત્યારે અમદાવાદ, ગાંધીનગર અને કલોલની ખાનગી કોલેજમાં બેઠક ખાલી છે. જ્યાં રજીસ્ટ્રેશન વિનાના વિદ્યાર્થીઓને પણ રજીસ્ટ્રેશન કરાવીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 7000 અરજીઓ સામે 3450 બેઠક છે પરંતુ તમામ બેઠક ભરાય તેની શક્યતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...