અમદાવાદમાં વેક્સિનેશન:અમદાવાદના વટવા રામવાડી પાસે હનુમાન મંદિરમાં વેક્સિનેશન કેમ્પમાં 700 લોકોએ વેક્સિન લીધી, શહેરમાં 27436ને વેક્સિન અપાઈ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો
  • 27436 લોકો પૈકી 17071 પુરૂષ અને 10365 મહિલાઓએ વેક્સિન લીધી હતી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોના વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પણ વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવે છે. શહેરના વિંઝોલ વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સંકટમોચન હનુમાનજી મંદિરે દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી પુંધરા વાળા તથા સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના અવસાન પામેલા તમામ મંડળના પવિત્ર આત્માને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 700 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી હતી. શહેરમાં 27436ને વેક્સિન આપવામાં આવી હતી.

મંદિરમાં વેક્સિનેશન કેમ્પનું કોર્પોરેશનની સહયોગથી આયોજન
સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે જણાવ્યું હતું કે, આજે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ અધિકારી અને અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓના સહયોગથી તમામ લોકોને ગાઇડલાઇનના પાલન સાથે વેક્સિન આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાંઆજે શુક્રવારે 27436 લોકોને વેક્સિન આપવામાં આવી
અમદાવાદ શહેરમાંઆજે શુક્રવારે 27436 લોકોને વેક્સિન આપવામાં આવી

સગર્ભાના વેક્સિનેશનનો ડેટા જાહેર કરાતો નથી
કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. શહેરમાં 200 જેટલા કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આજે શુક્રવારે 27436 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 17071 પુરૂષ અને 10365 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 20234 અને 45 વર્ષ ઉપરના 5249 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 1155 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સગર્ભા મહિલાઓને પણ વેક્સિનેશન આપવામાં આવે છે. જો કે કેટલી મહિલાઓને વેક્સિન આપવામાં આવી તેનો ડેટા જાહેર કરવામાં આવતો નથી.

તમામ લોકોને ગાઇડલાઇનના પાલન સાથે વેક્સિન આપવામાં આવી
તમામ લોકોને ગાઇડલાઇનના પાલન સાથે વેક્સિન આપવામાં આવી
અન્ય સમાચારો પણ છે...