કોરોના વાઇરસ:ઘરમાં છો તો સલામત છો, જો બહાર નીકળ્યા તો તમારા પર જોખમ હશે, આગામી દસ દિવસ બહાર ન નીકળવા કમિશનરની અપીલ

અમદાવાદ2 વર્ષ પહેલા
કોરોના વાઇરસ મામલે ગૃહરાજ્યમંત્રી, મહેસૂલમંત્રી, અમદાવાદના ધારાસભ્યો, કલેક્ટર સહિત મ્યુનિસિપલ કમિશનરે બેઠક કરી હતી
  • વિદેશથી આવેલા તમામનો ક્વોરન્ટાઇન પૂરો
  • હવે લોકલ ચેપના કેસો વધી રહ્યા છે
  • પોઝિટિવ કેસના સંપર્કમાં 1000થી વધુ અમદાવાદીઓ આવ્યાં
  • તમામ 5 વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યાં

હવેના તબક્કે જે ઘરમાં હશે તે જ સલામત હશેનો સ્પષ્ટ સુર મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુંકે, હવે વિદેશથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન સમય આવતીકાલે પુરો થઇ જશે. પરંતું બીજી તરફ સ્ટેજ -3 તરફ વધતાં અમદાવાદમાં હવે લોકલ સંક્રમણના કેસો વધી રહ્યા છે. બીજી તરફ મ્યુનિ.ની 500 મેડિકલ ટીમ ઘરે ઘરે જઇને તપાસ કરતાં તેના સારા પરિણામો મળ્યા છે, અને મોટું નુકસાન થાય તે પહેલા કેસો શોધી કઢાયા છે. અમેરિકાનું ન્યૂ યોર્ક  શહેર પણ અમદાવાદ જેવડું છે અને અત્યારે ત્યાં એક લાખ કેસો આવ્યા છે જે આપણે સમજવું જોઇએ. લોકોએ પોતાના જીવનનું મુલ્ય સમજવું જોઇએ, જ્યાં સુધી ઘરમાં છો ત્યાં સુધી સલામત છો. બહાર નીકળો છો તો તમારું રિસ્ક વધી રહ્યું છે.

શહેર સ્ટેજ 3માં પહોંચ્યું
આગામી 10 દિવસમાં લૉકડાઉન અસરકારક જરૂરી છે. હજુ પણ કેટલાક વિસ્તારમાં લોકો બહાર નિકળી રહ્યા છે. હાલ ત્રીજા તબક્કામાં શહેરના ઘણાં બધા વિસ્તારમાં કેસો જોવા મળ્યા છે. જે લોકો પોતાના ઘરમાં છે તેઓ સુરક્ષિત છે. પશ્ચિમ વિસ્તારના લોકોએ એવું નહીં વિચારવું કે આ સમસ્યા માત્ર પૂર્વ વિસ્તારમાં છેકે, બંગલાવાળાએ એવું ન વિચારવું કે આ સમસ્યા માત્ર ઝુંપડપટ્ટી વિસ્તાર માટે છે. કોઇની પણ સામાજિક આર્થિક પરિસ્થિતિને માનતો નથી, આ અભૂતપૂર્વ સંકટ છે.

પરપ્રાંતીય લોકમાં પોઝિટિવ કેસ વધુ
વિદેશથી અમદાવાદમાં 6 હજાર લોકો આવ્યાં છે. આ તમામ લોકોનો ક્વોરન્ટીન પિરિયડ પરમ દિવસ સુધી પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક લોકોના કેસ પણ વધુ જોવા મળ્યા છે. ધારાસભ્યો અને સાંસદો આ અંગે કડક અમલ કરાવે તે અંગે રજૂઆત કરી છે. લોકડાઉનનું લોકો જેટલો અમલ કરે તેટલો ફાયદો રહેશે. દિલ્હી, ઇન્દોરથી આવેલા લોકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ છે, ત્યાં કડક કામગીરી ચાલુ છે. 

5 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં
સોમવારથી આ તમામ વિસ્તારોમાં 700 હેલ્થ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં હાલ 2000 કર્મીઓ કામ કરી રહ્યાં છે. હાલના તબક્કે આપણા અમદાવાદના બધા ઘરોનો સમાવેશ નથી કરતા, પરંતુ જ્યાં કેસ આવ્યા છે. અને તેના સીધા સંપર્કમાં આવ્યા છે. ઝુંપડપટ્ટી- ચાલીઓ પર વધુ ફોકસ કરી રહ્યા છીએ, 41 કેસો આવ્યા છે. 1000થી વધુને ટ્રેસ કરાયા છે. ગુજરાત સરકારના માર્ગદર્શન અંતર્ગત મહાનગરપાલિકા કામ કરી રહી છે. આગામી દસ દિવસ સુધી નાગરિકો ઘર બહાર ના નીકળે તેવી કમિશનરે અપીલ કરી છે. પૂર્વમાં આવેલા બાપુનગર, જમાલપુર અને દરિયાપુરમાં વધુ કેસ જોવા મળ્યાં છે. અમદાવાદ કોરોના વાઇરસ મામલે સ્ટેજ 3માં પહોંચી ચૂક્યું છે. હાલ આ તમામ 5 વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. 

અન્ય સમાચારો પણ છે...