આયોજન:દિવાળીમાં 70 મંદિર, 45 બ્રિજ-અંડરપાસને પાણીથી ધોવાશે; 1200થી વધુ મશીનો સાથે 10 હજાર સફાઈકર્મીઓ જોડાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તે જાહેર બજારોની પણ સફાઈ કરાશે

શહેરમાં સ્વચ્છતાં અભિયાન અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આગામી દિવસોમાં 70 મંદિરના પરિસર અને બહારની તરફના રોડ-ફૂટપાથ તથા 45 બ્રિજ અને અંડરપાસને પાણીથી ધોવામાં આવશે. જે જગ્યાએ નાગરિકો મોટી સંખ્યામાં મળતાં હોય તેવા જાહેર બજારોના સ્થળોની પણ પાણીના ટેન્કરો મારફતે સફાઇ કરવામાં આવશે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીના જણાવ્યા પ્રમાણે દિવાળીના તહેવારોમાં 10 હજાર સફાઇ કામદારો તથા વાહનોના માધ્યમથી સફાઇ અભિયાન હાથ ધરાશે. જેમાં જગન્નાથ મંદિર, નાગરવેલ હનુમાન, ઇસ્કોન મંદિર, સ્વામિનારાય મંદિર (કાલુપુર) અને સુભાષબ્રિજ સહિત અલગ અલગ મહત્વના 70 મદિરોના પરિસર અને બહારના ભાગે સફાઇ કરવામાં આવશે. આ સ્થળો પાણીથી ધોઇને સ્વચ્છ કરવામાં આવશે. તે ઉપરાંત જમાલપુર ફુલ માર્કેટ જેવા બજારો ઉપરાંત પિકનિક સ્પોટની પણ રાત્રિ સફાઇ કરવામાં આવશે.

શહેર સુંદર દેખાય તે માટે 45 જેટલા અલગ અલગ બ્રિજ પણ ન્યુસન્સ ટેન્કર મારફતે સ્વચ્છ કરવામાં આવશે. શહેરના તમામ ઝોનમાં દિવાળી દરમિયાન પણ યોગ્ય સફાઇ થાય તે માટે નાગરિકોની ફરિયાદને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...