તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 70 Per Cent People Appeared At Central Bus Station Without Masks, 90 Per Cent People Appeared At Railway Station Wearing Masks In Ahmedabad

રિયાલિટી ચેક:અમદાવાદમાં સેન્ટ્રલ બસ સ્ટેશને 70 ટકા લોકો માસ્ક વગરના દેખાયા, રેલવે સ્ટેશને 90 ટકા લોકોએ માસ્ક પહેર્યા

અમદાવાદ17 દિવસ પહેલા
રેલવેના મુસાફરો અને એસટીના મુસાફરો
  • એસ.ટી બસ સ્ટેન્ડ પર માત્ર 30 ટકા લોકો જ માસ્ક પહેરે છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ કોઈ જાળવતું નથી
  • બીજી તરફ રેલવે સ્ટેશન પર 90 ટકા લોકો માસ્ક સાથે જોવા મળ્યા

દિવ્યભાસ્કરની ટીમે અમદાવાદની સૌથી વ્યસ્ત 2 જાહેર સ્થળે જઈને કોરોનાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેન્ડે દિવ્યભાસ્કરે 1 કલાક સતત આવતા જતા લોકો પર નજર રાખીને રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સૌથી વધારે બેદરકારી ગીતા મંદિર એસ.ટી બસ સ્ટેન્ડે જોવા મળી હતી. ત્યાં 70 ટકાથી વધુ લોકોએ માસ્ક પહેર્યા ન હતા. જેમાં દુકાનદારો, એસટી કર્મીઓ અને મુસાફરો સામેલ છે. જોકે રેલવે સ્ટેશન પણ આવતા જતાં મોટાભાગના લોકો માસ્ક સાથે નજરે પડ્યા હતા. માત્ર 10 લોકોએ માસ્ક પહેર્યા ન હતા.

ટ્રેનમાં પહોંચેલા રેલવે મુસાફરોનું રિયાલિટી ચેક
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર હાલ માત્ર 115 જ સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે. રેગ્યુલર ટ્રેન હાલ ચાલુ કરાઈ નથી. જેથી લોકોની અવરજવર પહેલા જેટલી નથી. પરંતુ આ રેલવે સ્ટેશન પર રોજ 5થી 7 હજાર લોકોનો ધસારો જોવા મળે છે. દિવ્યભાસ્કરની ટીમ પહોંચી ત્યારે રેલવે સ્ટેશન પર એક ટ્રેન આવી હતી. જેમાં છેલ્લું સ્ટેશન અમદાવાદ હોવાથી લગભગ 1000થી વધુ લોકો આ ટ્રેનમાંથી ઉતર્યા હતા.

રેલવે સ્ટેશને મુસાફરોના ટેસ્ટિંગની સુવિધા
રેલવે સ્ટેશને મુસાફરોના ટેસ્ટિંગની સુવિધા

દિવ્યભાસ્કરે આ તમામ પર નજર રાખીને કોરોના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું. જેમાં માત્ર 10 ટકા લોકો જ માસ્ક વગર જોવા મળ્યા હતા. સાથે બીજી ટ્રેનમાંથી આવેલા મુસાફરોમાં પણ માત્ર ગણતરીના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. સાથે અહીંયા RTPCR ટેસ્ટ માટે પણ કોર્પોરેશનની ટીમ ઉપસ્થિત હતી. રેલવે તંત્ર પણ લોકોને પોલીસ અને કોર્પોરેશન ચુસ્તપણે નિયમોનું પાલન કરાવી રહી છે. સાથે બહારથી આવતા મુસાફરો પણ માસ્ક પહેરીને જ આવતા જોવા મળ્યા હતા. જેથી રેલવે તંત્ર પર તમામ નિયમોનું પાલન થઈ રહ્યું છે તેમ કહી શકાય.

એસટી બસ સ્ટેન્ડે કોરોના નિયમનું ઉલ્લંઘન
અમદાવાદના ગીતામંદિરે આવેલા એસ.ટી બસસ્ટેન્ડે દિવ્યભાસ્કરની ટીમ પહોંચી ત્યારે બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટના ચેકિંગ પોઇન્ટે લોકોને તપાસ કરતા ખાનગી સિક્યુરિટી ગાર્ડ માસ્ક વગર નજરે પડ્યા હતા. સાથે તેઓ પાસે થર્મલ ગન હોવા છતાં તેઓ તેને સાઈડમાં મૂકીને ઉભા હતા. તેઓએ સેનેટાઈઝર પણ ચેકિંગ પોઈન્ટની બાજુમાં મૂકી દીધું હતું. આ બસ સ્ટેન્ડ પર દિવસ ના 5 થી 10 હજાર લોકોની અવરજવર હોય છે.જેથી આ જગ્યા ખૂબ જ જોખમી ગણાવ છતાંય ત્યાં કોઈ વ્યવસ્થા જોવા ન મળી.સાથે 1 કલાક જેટલો સમય વિતાવ્યા બાદ દિવ્યભાસ્કરે 300થી વધારે લોકો પર નજર રાખી, જેમાં માત્ર 90થી 100 લોકો એજ માસ્ક પહેર્યું હતું. સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું.

સેન્ટ્રલ બસ સ્ટેન્ડ કર્મચારીઓ અને દુકાનદારો જ માસ્ક પહેરતા નથી
સેન્ટ્રલ બસ સ્ટેન્ડ કર્મચારીઓ અને દુકાનદારો જ માસ્ક પહેરતા નથી

બેદરકારીની તમામ સીમાઓ પાર કરાતી દેખાઈ
સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતા સ્ટેશન પરના દુકાનદારો બિન્દાસ માસ્ક વગર લોકોને વસ્તુ વેચી રહ્યા હતા. તેઓ દિવ્યભાસ્કરની ટીમને જોતા મોં છુપાઈને માસ્ક પહેર્યું હતું. સાથે ત્યાંની ખાનગી સિક્યુરિટીના સુપરવાઈઝર પણ માસ્ક વગર ઉભા હતા. તેઓની ફરજ છે કે લોકોને ટકોર કરવી ત્યારે તેઓ પોતે જ માસ્ક વગર જોવા મળ્યા. સ્ટેશન પર ટિકિટ બારી, પૂછપરછ કેન્દ્ર અને ડ્રાઇવર સહિત અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, કોરોના મહામારીમાં એસ.ટી વિભાગના 147 જેટલા કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. છતાંય ત્યાંના કર્મચારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે. જો આવી રીતે જ બેદરકારી દાખવશે તો કોરોનામુક્ત રાજ્ય ક્યારે બનશે.

રેલવે કર્મી અને એસટી કર્મી માસ્ક વગર દેખાયા
રેલવે કર્મી અને એસટી કર્મી માસ્ક વગર દેખાયા

સહેજ પણ બેદરકારી ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્રે હવે અગાઉથી તૈયારી કરી લીધી છે. કોરોનાની બીજી લહેરે ઘણી તબાહી મચાવી છે. જેમાં તંત્રની બેદરકારી સાથે લોકોએ પણ ઠીલાશ દાખવી હતી. લોકો બજારમાં માસ્ક વગર જેમતેમ ફરતા હતા. બજારોમાં એકસાથે ખરીદી કરવા પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. જેના લીધે સંક્રમણ વધુ ફેલાયા હોવાનો વૈજ્ઞાનિકો અને ડોક્ટરનો દાવો છે. ત્યારે હવે સંભવિત ત્રીજી લહેરને લઈને નિષ્ણાત ડોક્ટર અને વૈજ્ઞાનિકોનું માનવું છે. હવે આ લહેર ઘણી ભયાવહ સાબિત થશે. તેઓએ પણ કહ્યું છે કે હવે સહેજ પણ બેદરકારી તમામને ભારે પડી શકે છે. જેથી હવે તમામ લોકોએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...