અત્યારની આલ્ફા જનરેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલી છે અને સ્માર્ટ છે જેના કારણે વેકેશનમાં પણ તેઓ નોર્મલ સ્પોર્ટ્સ અને આર્ટ એક્ટિવિટી કરવાને બદલે સાયન્સ-ટેકનોલોજી સાથે સંકળાયેલી એક્ટિવિટી કરવાનું વધુ પસંદ કરે છે.
આ વર્ષના સમર વેકેશનની વાત કરીએ તો 70 ટકાથી પણ વધુ લોકો આ સમર વેકેશનમાં રોબોટિક્સ, મોડેલ રોકેટરી અને સ્માર્ટ હોમ ઓટોમેશન સહિત 57 જેટલા સાયન્સ-ટેકનોલોજીના મોડ્યૂલ્સમાં પોતાને ગમતું કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. કોરોનાકાળમાં બે વર્ષ ઓનલાઈન ભણીને કંટાળેલા આ સ્કુલ સ્ટુડન્ટ્સ વેકેશન પડતાં જ સાયન્સને લગતી પોતાને ગમતી એક્ટિવિટીમાં જોડાયા છે. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં હાલમાં 2100 કરતા વધારે બાળકો સાયન્સ-ટેકનોલોજીના બેઝિક્સ શીખી રહ્યા છે.
રોકેટ લોંચની સમજ સાથે રોકેટ પણ છોડે છે બાળકો
આ બાળકો મોડેલ રોકેટરી અંતર્ગત ટૂંકા અંતર (200 મીટર)ના રોકેટ છોડે છે. રોકેટ સાયન્સ અને તે કેવી રીતે વર્ક કરે છે તેમજ રોકેટ કઈ રીતે લોંચ થાય છે તેની સમજ લઇ રહ્યા છે.
ક્રિકેટ કે આર્ટની સાથે સાયન્સના પ્રયોગો પણ કરે છે બાળકો
બાળકો આજે મોડેલ રોકેટરી અને રોબોટ મેકિંગ જેવા વર્કશોપ થકી રોકેટ છોડે છે અને સર્કિટની મદદથી રોબોટ બનાવે છે. આ વખતે 2100 જેટલા બાળકો એક દિવસથી લઈને 5 કે 7 દિવસના વર્કશોપમાં જોડાયા છે. આ વર્ષે બાળકોના ઉત્સાહને જોઈને હું એટલું ચોક્કસ કહીશ કે ક્રિકેટ -આર્ટની સાથે બાળકો સાયન્સના પ્રયોગો પણ કરે છે. - દિલીપ સુરકર, ડાયરેક્ટર,VASCSC
સ્માર્ટ હોમ ઓટોમેશનમાં એપથી ઘરની વસ્તુઓ ઓપરેટ કરાય છે
AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થકી તમે એપથી ઘરમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને કઈ રીતે કન્ટ્રોલ કરી શકાય છે તે લેસન આ બાળકો સ્માર્ટ હોમ ઓટોમેશન અંતર્ગત શીખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.