જૂના ભારતીય વાદ્યોનું એક્ઝિબિશન:70 ટકા લોકો રાવણ હથ્થો, રણશિંગું, નાગફણી, ડાક જેવા વાદ્યોથી અજાણ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ છે ફૂંકથી વાગતું નાગફણી વાદ્ય. સદીઓથી ઉત્સવોમાં તે વગાડવામાં આવે છે. જોકે, હાલ આ વિસરાતું વાદ્ય છે. - Divya Bhaskar
આ છે ફૂંકથી વાગતું નાગફણી વાદ્ય. સદીઓથી ઉત્સવોમાં તે વગાડવામાં આવે છે. જોકે, હાલ આ વિસરાતું વાદ્ય છે.
  • 300 વર્ષ જેટલા જૂના ભારતીય વાદ્યોનું એક્ઝિબિશન યોજાયું

રણશિંગું કોને કહેશો? તો દિલરૂબા નામનું વાદ્ય પણ છે. આવા વિસરાતા વાદ્યોથી 70 ટકા લોકો અજાણ છે. ખાસ કરીને યંગસ્ટર્સને પિયાનો, તબલાં અને બીજા વેસ્ટર્ન ઈન્સ્ટ્રૂમેન્ટમાં વધારે રસ છે અને આપણાં વારસા સમાન નાગફણી, રણશિંગું, ડાક જેવા આ વાદ્યોથી અજાણ છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ અને ક્રાફ્ટ કોર્નરના ઉપક્રમે લાખા પટેલની પોળમાં શરૂ થયેલા ‘નાદ-ધ્વનિ’ ટાઈટલ પરના પરંપરાગત વાદ્યો પરના એક્ઝિબિશનમાં ક્યૂરેટર ઘનશ્યામ ગઢવીએ ઉપરોક્ત વાત કરી. 6 ડિસેમ્બર સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં વિસરાતા વાદ્યો જોઈ શકાય છે.

તંતુ વાદ્ય દિલરૂબાની શોધ 300 વર્ષ પહેલાં ગુરૂ ગોવિંદસિંહે કરી. વજનમાં હળવું હોવાથી શીખ સેના તેને ઘોડાની પીઠ પર લાદીને લઈ જતી.
તંતુ વાદ્ય દિલરૂબાની શોધ 300 વર્ષ પહેલાં ગુરૂ ગોવિંદસિંહે કરી. વજનમાં હળવું હોવાથી શીખ સેના તેને ઘોડાની પીઠ પર લાદીને લઈ જતી.

સંગીત અને વાદ્યો આપણો વારસો છે, તેમાં શ્રુતિના સ્વરો છે
સંગીત અને વાદ્યો આપણો વારસો છે. 5 હજાર વર્ષ અગાઉના આ વાદ્યોથી યંગસ્ટર્સ અજાણ છે ત્યારે વર્લ્ડ હેરિટેજ વીક પ્રસંગે તેની પ્રસ્તુતિ થઈ છે. આપણાં ભારતીય વાદ્યોમાં શ્રુતિના સ્વરો છે. તેમાં સૂરોનું સાતત્ય જળવાય છે જ્યારે પાશ્ચ્યાત્ય વાદ્યોમાં મર્યાદાઓ રહેલી છે. આપણો તાનપૂરો, સિતાર, સારંગી, રાવણ હથ્થો અને વીણા જેવા તંતુ વાદ્યો તેમજ વાંસળી, શરણાઈ અને જોડિયાપાવા સહિતના સુશિર વાદ્યોને બહુ ઓછા લોકો જાણે છે. > ઘનશ્યામ ગઢવી, આર્ટ ક્યૂરેટર

અન્ય સમાચારો પણ છે...