હાઇકોર્ટમાં પડકાર:સરકારી શરતોથી 70 લાખની તુવેરદાળ 11 કરોડમાં પડે છે, પુરવઠા વિભાગના ટેન્ડરની શરતો સામે અરજી

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર.
  • 30 ઓગસ્ટ સુધી કોન્ટ્રેક્ટ નહીં આપવાનો કોર્ટનો હુકમ

ગુજરાત પુરવઠા વિભાગે તુવેરદાળની ખરીદી માટે બહાર પાડેલી ટેન્ડરની શરતોને બે ખાનગી કંપનીએ હાઇકોર્ટમાં પડકારી છે. અરજીમાં રજૂઆત કરી હતી કે સરકારે તુવેરદાળની ખરીદી માટે ટેન્ડરની જે શરતો મૂકી છે એ અન્યાયી, ભેદભાવયુકત અને પબ્લિકનાં નાણાંનો વ્યય કરનારી છે. આવી શરતોને લીધે 70 લાખની તુવેરદાળ માટે 11 કરોડ વસૂલવામાં આવે છે. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે પુરવઠા વિભાગને 30 ઓગસ્ટ સુધી ટેન્ડર કોઇપણ કંપનીને આપવા પર સ્ટે ફરમાવ્યો છે.

બે ખાનગી કંપનીએ અરજીમાં રજૂઆત કરી હતી કે, નેશનલ એગ્રિકલ્ચરલ કો.ઓ.માર્કેટિંગ ફેડરેશને તુવેરદાળનો કોન્ટ્રેકટ આપવા ટેન્ડર બહાર પાડ્યું હતું. એમાં ગુજરાત સહિતનાં અનેક રાજ્યોએ ટેન્ડર ભર્યા હતા, પરંતુ પુરવઠા વિભાગે ટેન્ડરમાં એવી શરત મૂકી છે કે જે કંપની પાસે પોતાની માલિકીની મિલ હોય એ કંપનીને જ આ કોન્ટ્રેકટ આપી શકાશે, પરતું ભાડા પર જેમણે મિલ રાખી હશે તેમને કોન્ટ્રેકટ મળી શકે નહિ. આ શરતને લીધે 70 લાખની તુવેરદાળ માટે 11 કરોડ ચૂકવવા પડશે.

ભાવ 900થી વધારી 4600 કરી દેવાયો
અરજદારે એવી દલીલ કરી હતી કે નવેમ્બર 2020માં માલિકીની મિલ ધરાવનાર અને ભાડે મિલવાળાને પણ કોન્ટ્રેકટ આપ્યો હતો. જ્યારે આ કોન્ટ્રેક્ટ અપાયો ત્યારે તુવેરદાળ મેટ્રિક ટનનો ભાવ માત્ર 100થી 900નો મુકાયો હતો, પરંતુ બીજા વર્ષે હરીફાઇને સીમિત કરી દેવા શરતો બદલીને મેટ્રિકટનદીઠ 4400થી 4600 સુધીનો કરાતાં 70 લાખની તુવેરદાળના 11 કરોડ ચૂકવે છે. સરકારે કૃત્રિમ એકાધિકાર સ્થાપિત કરવા શરતો બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...