બેફામ વાહનચાલકો સાવધાન:અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા વધતાં કાર માટે 70 KM, ટુ-વ્હીલર્સ માટે 60 KMની સ્પીડ નક્કી કરાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • શહેરમાં છેલ્લા 19 મહિનામાં અકસ્માતના 622 કેસો નોંધાયા

અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. વાહનોની સંખ્યા વધતાં રસ્તા પર ટ્રાફિક પણ વધ્યો છે. સરકારે લોકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્ત કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ બનાવ્યાં છે અને વધુ બ્રિજનું કામ ચાલુ છે. ત્યારે શહેરમાં છેલ્લા 19 મહિનામાં અકસ્માતના 622 કેસો નોંધાયા છે. શહેરમાં અકસ્માતોની સંખ્યા ઓછી કરવા માટે પોલીસે હવે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરમાં હવે અકસ્માતોની સંખ્યા વધતાં કાર માટે વધુમાં વધુ 70 કિ.મી અને ટુ-વ્હીલર્સ માટે 60 કિ.મીની સ્પીડ નક્કી કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર હવે પોલીસ સ્પીડ ગનની મદદથી કાર્યવાહી કરશે.

વાહનચાલકો વિરૂદ્ધ શહેર પોલીસ કાર્યવાહી કરશે
અમદાવાદ શહેરના SG અને SP રિંગ રોડ પર સૌથી વધારે અકસ્માત સર્જાય છે. જેનું મૂળ કારણ પણ ઓવરસ્પીડ હોવાનું પોલીસ માને છે. શહેર પોલીસે હવેથી વાહનો ચલાવવા માટે એક સ્પીડ નક્કી કરી દીધી છે. એટલે કે હવેથી શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વાહનચાલકો વિરૂદ્ધ શહેર પોલીસ કાર્યવાહી કરશે. દિવસ રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહેલથી ધમધમતા રહે છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. અમદાવાદના માર્ગો પર અકસ્માતોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

રોડ પર અકસ્માતોમાં ફેટલ અકસ્માતના કેસો વધ્યા
અમદાવાદ શહેરના માર્ગો પર છેલ્લા 19 મહિનાઓમાં 622 અકસ્માતના કેસો નોંધાયા છે. જેમાં 677 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આંકડો ટ્રાફિક પોલીસના ચોપડે નોંધાયો છે. વર્ષ 2022ના જાન્યુઆરીથી જુલાઇ મહિના સુધીમાં જ અકસ્માતના કુલ 264 કેસ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે જેમાંથી પોલીસે 265 કેસ ફેટલ અકસ્માતના ગણાવ્યા છે. અમદાવાદના એસજી હાઇવે, નરોડા, વિશાલ જંક્શન, નારોલ રોડ પર અકસ્માતોમાં ફેટલ અકસ્માતના કેસો વધી રહ્યાં છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહી છે
શહેર ટ્રાફિક વિભાગ આવા વિસ્તારોના હોટ સ્પોટ અંગે સ્ટડી કરાવી રહ્યો છે.વધુમાં જૂન માસમાં 39 અકસ્માત થયા હતા. જેમાં 40 લોકોના મોત થયા છે. તેમજ જુલાઈમાં અકસ્માતના 41 બનાવમાં 41 લોકો મોતને ભેટયા છે. અકસ્માતો પાછળ ઓવર સ્પીડ મુખ્યકારણ હોવાનું સામે આવી રહ્યું છે. માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો વધુ બની રહ્યાં છે. ઓવરસ્પીડિંગના બનાવો પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...