વિદેશીઓનું સ્માર્ટ પ્રોફિટ બુકિંગ:નાની કંપનીઓમાંથી 70% અને લાર્જ કેપમાંથી માત્ર 30% રોકાણ ખેંચ્યું

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટમાં લાર્જ કેપ કરતાં સ્મૉલ-મિડકેપમાં સૌથી વધુ ધોવાણ

ભારતીય શેરબજારમાં સૌથી વધુ મોટી વધઘટ જોવા મળે ત્યારે સૌથી પહેલી અસર લાર્જેકપ (મોટી કંપનીઓ) પર જોવા મળે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રિવર્સ પેટર્ન જોવા મળી છે. શેરબજારમાં એકાદ માસથી કરેક્શનનો સમય ચાલી રહ્યો છે જેમાં સૌથી વધુ નાની કંપનીઓના શેર્સમાં ભાવ સૌથી વધુ ઘટ્યા છે. સેન્સેક્સ રેકોર્ડ હાઇથી માત્ર 6 ટકા ઘટ્યો છે જેમાં લાર્જેકપ 7 ટકા ઘટવા સામે સ્મોલ અને મિડકેપ 10-12 ટકા સુધી ઘટ્યા છે. આગામી ટ્રેન્ડ હજુ સ્મોલ-મિડકેપ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. બજારમાં હવે કરેક્શન આવે તો સ્મોલ અને મિડકેપમાં 4-5 ટકા સુધી ઘટાડો સંભવ છે તેની સામે લાર્જકેપની કંપનીઓમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે.

માર્કેટમાં જે રીતે વિદેશી રોકાણકારોની એક્ઝિટ થઇ રહી છે તેમાં સ્માર્ટલી પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો લાર્જકેપના બદલે સ્મોલ અને મિડકેપ કંપનીઓમાંથી પોતાનું મોટા ભાગનું ફંડ પાછુ ખેંચી રહ્યા છે જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાં કરેક્શન અટકે. સેન્સેક્સ તથા નિફ્ટી છેલ્લા ચાર માસથી બે તરફી રેન્જમાં અથડાઇ રહ્યા છે. માર્કેટ નિષ્ણાતોના મતે આગામી હજુ 6 માસ સુધી બજાર કોન્સોલિડેશન ઝોનમાં જોવા મળી શકે છે. સેન્સેક્સ તેની રેકોર્ડ સપાટી સુધી પહોંચવામાં 5-6 માસનો સમય કાઢી નાખે તો નવાઇ નહીં.

વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 80,000 કરોડના શેર વેચી દીધા છે જેની સામે સ્થાનિક રોકાણકારોએ 94,000 કરોડથી વધુના શેરની આક્રમક ખરીદી કરી છે. સ્થાનિક રોકાણકારોની સતત ખરીદીને ધ્યાનમાં લેતા બજારમાં હવે મોટા કરેક્શનની સંભાવના નહીંવત્ છે.

6 માસ સુધી બજાર કોન્સોલિડેટ ઝોનમાં રહેશે
બજાર ઓવરસોલ્ડ હતું જે ગમે ત્યારે ટર્ન આપશે તેવી સંભાવના હતી તે જોવા મળી છે. બે ટ્રેડિંગ સેશનમાં વર્ષનો સૌથી મોટો ઘટાડો અને સૌથી મોટો સુધારો માર્કેટે દર્શાવ્યો છે. આગામી છ માસ સુધી બજાર હજુ કોન્સોલિડેટેડ ઝોનમાં જોવા મળી શકે છે. જેમાં નિફ્ટી નીચામાં 16,400 પોઇન્ટ અને ઉપરમાં 18,400 પોઇન્ટની રેન્જમાં રહેશે. રોકાણકારો માટે હવે દરેક ઘટાડે ખરીદી ઉત્તમ સાબિત થઇ શકે છે. -કેયુર મેહતા, ચેરમેન-સીઇઓ, મેહતા વેલ્થ લિમિટેડ.

માર્કેટ રેકોર્ડ હાઇથી

વિગતટોચઅત્યારેતફાવત
સેન્સેક્સ6176558142-5.86
મિડકેપ2724624025-11.82
સ્મોલકેપ3130428044-10.42
લાર્જેકપ71586689-6.55

FII-DIIની 5 માસની સ્થિતિ

મહિનોFIIDIIમ્યુ.ફંડ
ઓક્ટો.-21-1703344705865
નવે.-21-57103056024121
ડિસે.-21-131503122921923
જાન્યુ.-22-359752192916487
ફેબ્રુ.-22-80435837-482
કુલ-79912.394025.467914.6
અન્ય સમાચારો પણ છે...