તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:SVPમાં રેસિડન્ટ ડોક્ટરના પિતાને દાખલ નહીં કરતાં 70 ડોક્ટર કામથી અળગા રહ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
SVP હોસ્પિટલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
SVP હોસ્પિટલની ફાઇલ તસવીર.
 • બે મહિનાથી રજા ન મળતાં અને એક પછી એક 40 ડોક્ટરો સંક્રિમત થતાં રોષ
 • સિનિયર ડોક્ટરોની મધ્યસ્થીથી તમામ ડ્યૂટી પર ફરી હાજર થયા
 • નવા 151 કેસ સાથે કુલ કેસ 33 હજારને પાર, વધુ 4 દર્દીનાં મોત
 • કાલુપુર રેલવે સ્ટેશને ચેકિંગમાં 20 પેસેન્જર પોઝિટિવ મળ્યા

છેલ્લા બે મહિનાથી એક પણ દિવસની રજા સિવાય સતત કોરોનાગ્રસ્તોની સેવામાં લાગેલા એસવીપીના રેસિડન્ટ ડોક્ટરોએ ગુરુવારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી તેમને પણ કેટલોક સમય વેક્યુમ આપવા માંગ કરી છે. દરમ્યાન એક રેસિડન્ટ ડોક્ટરના પિતા કોરોના થતાં તેમને એસવીપીમાં દાખલ કરવાનો ઈન્કાર કરતાં 70 ડોક્ટર કામથી અળગા રહ્યા હતા. જો કે, સિનિયર ડોક્ટરોની મધ્યસ્થીથી તમામ ડ્યૂટી પર ફરી હાજર થયા હતા.

એસવીપીના એક રેિસડન્ટ ડોક્ટરના પિતાને કોરોના થતાં તેઓ એસવીપી ગયા હતા. જોકે સત્તાવાળાઓએ તેમને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઘટનાને કારણે રેિસડન્ટ ડોક્ટરો ઉચ્ચ અધિકારીઓ પાસે દોડી ગયા હતા. તેમણે રેસિડન્ટ ડોક્ટરના પિતાને એસવીપીમાં કેમ દાખલ કરવામાં નઆવે? તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જોકે બાદમાં ઉચ્ચ સત્તાવાળાઓએ દરમ્યાનગીરી કરી દર્દીને દાખલ કરી દીધા હતા. ત્યારે બીજી તરફ રેસીડન્ટ ડોક્ટરોએ એવી પણ રજૂઆત કરી હતીકે, તેઓ છેલ્લા બે મહિનાથી સતત કામ કરી રહ્યા છે. ત્યારે એક પણ રજા સિવાય સળંગ 8 કલાકની ડ્યૂટી કરવાને કારણે તેમના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. એક સપ્તાહમાં તેમની ટીમમાંથી 40 તબીબો કોરોનાનો ચેપ લાગ્યો છે. 12 રેસિડન્ટ ડોક્ટરની એક ટીમમાં તો 9 રેસિડન્ટ ડોક્ટરને કોરોના થયો છે.

લાલા દરવાજા બસ ટર્મિનસ પર બસ પકડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના ધારાધોરણનું કોઈ પાલન જોવા મળ્યું ન હતું.
લાલા દરવાજા બસ ટર્મિનસ પર બસ પકડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના ધારાધોરણનું કોઈ પાલન જોવા મળ્યું ન હતું.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 151 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 33 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે 4 દર્દીના મોત નીપજ્યા હતા. જ્યારે નવા 11 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી વધુ 20 પેસેન્જર પોઝિટિવ મળી આવ્યા હતા.

ડી-કેબિન નજીક રેલવે 300 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે
શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધવા સાથે અમદાવાદ આવતી ટ્રેનમાં પણ રોજ 20થી 30 પેસેન્જર કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. આ તમામને સારવાર મળી રહે તે માટે રેલવે સાબરમતીમાં ડીકેબિન નજીક ડીઝલ વર્કશોપની હોસ્ટલ બિલ્ડિંંગમાં 300 બેડની કોવિડ કેર હોસ્પિટલ બનાવી રહ્યું છે. જ્યાં દવા અને મેડિકલ સુવિધા મ્યુનિ. કોર્પોરેશન ઉપલબ્ધ કરાવશે. જ્યારે દર્દીઓ માટે ખાણીપીણીની સુવિધા તેમજ સફાઈ કામગીરી રેલવે સંભાળશે.તાજેતરમાં રેલવેએ જૂના હોસ્ટેલ બિલ્ડિંગમાં 80 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી જેને અપગ્રેડ કરી હવે નવા બંધાઈ રહેલા બિલ્ડિંગમાં 300 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દેશમાં કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારે કોરોના દર્દીઓની સંખ્યાને જોતા રેલવેએ કરોડોના ખર્ચે જૂના કોચને આઈસોલેશન કોચમાં તબદીલ કર્યા હતા. પરંતુ આજ દિન સુધી ગુજરાતમાં દર્દીઓ માટે એક પણ કોચનો ઉપયોગ કર્યો નથી.

માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર

 • ધર્મભૂમિ સોસાયટી, વટવા
 • ઘર નં. 51 થી 71, હરિદર્શન સોસા. ઇસનપુર
 • એ-2, બ્લોક, અર્જુન ટાવર, ઘાટલોડિયા
 • એ બ્લોક, અર્જુન રત્ન એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા
 • 4,5 મો માળ આઇ અને જે બ્લોક, વિરાટ ફ્લેટ, ઘાટલોડિયા
 • 13મો માળ એ બ્લોક, 1 થી 7 માળ બી બ્લોક, અવનીશ હાઇટ્સ, થલતેજ
 • 2જો માળ બી1 અને સી6, 1લો માળ બી7, 3જો માળ સી7 સત્યમેવ વિસ્તા, ગોતા
 • ઘર નં. 50થી 53, 1 થી 5, 13 થી 17, કૃષ્ણધામ સોસાયટી, રાણીપ
 • એ બ્લોક, લવ કુશ હાઇટ્સ, વસ્ત્રાલ
અન્ય સમાચારો પણ છે...