તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:MIS-Cગ્રસ્ત રાજ્યના 70 બાળકો 2 માસમાં સાજા થયા, 50 બાળક વર્ચ્યુઅલી સારવારથી સ્વસ્થ કરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ નવજાત બાળકના હૃદયનું પમ્પિંગ 40% હતું

પ્રસૂતિના છેલ્લા 3 મહિનામાં કોરોનાગ્રસ્ત બનેલી માતાથી બાળક એમઆઇએસ-સી (મલ્ટિસિસ્ટમ ઇન્ફલેટમેટરી સિન્ડ્રોમ ઇન ચાઇલ્ડ)નો ભોગ બને છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં બે મહિનામાં 17 જેટલાં એમઆઇએસ-સીના બાળકોની જ્યારે રાજ્યનાં વિવિધ જિલ્લામાંથી 50 જેટલાં બાળકોની સારવાર કરાઇ છે. એટલું જ નહિ, રાજ્યમાં એમઆઇએસ-સીના પ્રથમ નવજાત બાળક 9 દિવસમાં સ્વસ્થ થતાં રજા આપી હોવાનું તબીબ જણાવી રહ્યાં છે.

ડિલાઇન ચાઇલ્ડ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.હાર્દિક પટેલ જણાવે છે કે, હોસ્પિટલમાં છેલ્લાં બે મહિનામાં 17 બાળકોને સારવાર આપી સ્વસ્થ કર્યાં છે, જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાના 50 બાળકોને વર્ચ્યુુઅલી સારવારથી સ્વસ્થ કર્યાં છે. મહત્વની વાત એ છે કે, ગત 30 મેના રોજ હોસ્પિટલમાં એમઆઇએસ-સીનો પ્રથમ કેસ નવજાત બાળકમાં નોંધાયો હતો. જન્મના 12 કલાકમાં રોગનું નિદાન થતાં તેને હોસ્પિટલમાં લાવતાં તેના હૃદયનું પમ્પિંગ 30થી 40 ટકા હતું, ફેફસાં નબળા હોવાથી શ્વાસમાં તકલીફ, મગજ પર સોજો આવતાં અર્ધબેભાન તેમજ કિડની પર સોજો હોવાથી પેશાબ બનવાની માત્રા ઘટતાં શરીરમાં પાણી ભરાતા અંગો પર સોજા આવ્યા હતા. જેથી બાળકની કોરોનરી આર્ટરી પહોળી થવાનું તેમજ મગજમાં લોહીના ગઠ્ઠા જામવાનું જોખમ રહેતું હોય છે.

પરંતુ, રોગના તાત્કાલિક નિદાન અને 4 દિવસ ઓક્સિજનની અને લો-ડોઝ સ્ટિરોઇડની સારવારથી 9 દિવસમાં સ્વસ્થ થતાં વેન્ટિલેટર અને પેરિટોનિયલ ડાયાલિસીસ ટાળી શકાયું છે. જોકે, આ રોગના બાળકમાં સ્વસ્થ થયા બાદ 3થી 6 મહિના સુધી ફોલોઅપ કરાવવું જરૂરી હોય છે.

અન્ય સમાચારો પણ છે...