181 અભયમ હેલ્પલાઇન:ગુજરાતની મહિલાઓને અભય બનાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનના 7 વર્ષ પૂર્ણ, 9.90 લાખથી વધુ મહિલાઓને મદદ મળી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
181 અભયમ મહિલા હેલ્પલાઈનના વાહનની ફાઈલ તસવીર - Divya Bhaskar
181 અભયમ મહિલા હેલ્પલાઈનના વાહનની ફાઈલ તસવીર
  • હેલ્પ લાઇન થકી શારીરિક-માનસિક રીતે પીડિત મહિલાઓ ત્વરિત સહાય મેળવી રહી છે
  • મહિલાઓની સુરક્ષા માટે 'અભયમ' યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું

ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારે વર્ષ 2014માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ 2015માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી શરૂ કરેલા આ પ્રોજેક્ટને આજે સફળતાપૂર્વક 7 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. છેલ્લાં 7 વર્ષમાં 9.90 લાખથી વધુ મહિલાઓને સેવા આપી 181 અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે હેલ્પફૂલ તેમજ સંકટ સમયની સાથી સાબિત બની છે. મહિલાઓની સુરક્ષા માટે 'અભયમ' યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમા સતામણી, હિંસા કે અન્યાય બાબતે. સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.

અભયમ મહિલા હેલ્પ લાઇનની પ્રશંસનીય કામગીરી
181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ફેબ્રુઆરી 2014થી 7 જાન્યુઆરી 2022 સુધીની કામગીરીની વિગતો વિશે ચીફ ઓપરેટીંગ ઓફિસર, જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, ટુંકા સમયગાળામાં જ 9,90,323 કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં કાઉન્સિલિંગ, બચાવ, માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે 181 હેલ્પ લાઇનની મદદ લીધી છે. આ ઉપરાંત તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 2,03,225 જેટલા મહિલાને કાઉન્સીલિંગ કરીને મદદ પુરી પાડી છે. એટલું જ નહીં 1,26,473 જેટલી પીડિત મહિલાના કિસ્સામાં સ્થળ ઉપર જ સમસ્યાનું સમાધાન કરી કેસનો નિકાલ પણ કર્યો છે.

જિલ્લાઓ ખાતે 24 કલાક કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનની 47 રેસક્યું વાનના કાઉન્સિલરને પીડિત મહિલાની ગંભીર પ્રકારની સમસ્યા ધ્યાને આવતા મહિલાને સુરક્ષા અને લાંબા ગાળાના કાઉન્સિલિંગની સેવાઓ મળી રહે તે હેતુથી 61,443 જેટલી મહિલાઓને રેસક્યું કરીને પોલીસ સ્ટેશન, O.S.C સેન્ટર, હોસ્પિટલ, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમેલી કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત વગેરે જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી પીડિતને સાચા અર્થમાં સુરક્ષા પુરી પાડી છે.

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. 181 અભયમ મોબાઈલ એપ્લિકેશનનું ટૂંકા સમયગાળામાં 1,32,827 કરતાં વધારે મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરી પોતાની સેફ્ટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કાર્યરત પોલીસ એક્શન ડેસ્ક દ્વારા 21,693 જેટલા બિન જરૂરી ફોન કોલ કે મેસેજ દ્વારા મહિલાની પજવણીના કેસમાં પોલીસ સ્ટેશનને ગયા વગર ઘેર બેઠા સમસ્યાના નિરાકરણ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને પોલીસ એક્શન ડેસ્ક દ્વારા સતત ફોલોઅપ કરીને પીડિત મહિલાની સમસ્યાનું સફળતા પૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...