આદેશ:લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કરનારને 7 વર્ષની જેલ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બહેરામપુરાની ઘટનામાં કોર્ટનો ચુકાદો

બહેરામપુરામાં 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર પોતાના ઘરે લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર આરોપી સલીમ મેમણને સેશન્સ જજ ટી.કે.રાણાએ દોષિત ઠેરવી 7 વર્ષની સજા અને રૂ.15 હજારનો દંડ ફટકાર્યો છે, જ્યારે આરોપીને મદદ કરનાર તેની માતાને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવી છે.બહેરામપુરા છોટાલાલની ચાલીમાં રહેતા પરિણીત સલીમ ઉર્ફે સોહન મેમણે તેના વિસ્તારની 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફસાવી હતી, જેમાં સલીમને તેની માતા મદદ કરતી હતી. 29 ઓક્ટોબર 2011ના રોજ સલીમ સગીરાને તેના ઘરે લઇ ગયો, એ વખતે સલીમની માતાએ સગીરાને કહ્યું કે, તારા લગ્ન સલીમ સાથે કરાવીશું, તારે રોજ રાતે સલીમ સાથે રહેવાનું છે.સગીરા સલીમ અને તેની માતાની વાતમાં આવી ગઇ હતી, જેથી સલીમ અવારનવાર સગીરાને પોતાના ઘરે લાવી દુષ્કર્મ ગુજારતો હતો. સલીમ પરિણીત છે આ અંગેનો ભાંડો ફૂટતા તેણે સગીરા સાથે ઝઘડો કરી મારામારી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે ભોગ બનેલી સગીરાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સલીમ અને તેની માતા જીલ્લુબીબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સગીરાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી સલીમની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દેવેન્દ્ર પઢિયારે 11 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સલીમ વિરુદ્ધ કેસ પુરવાર કરતા કોર્ટે તેની સામે 7 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...