ભાગતો બાળક સીસીટીવીમાં કેદ:અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની આંગન સંસ્થામાંથી 7 વર્ષનો છોકરો નાસી છૂટ્યો, કાગડાપીઠ ખાતે મળ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળક મંદિરમાંથી નાસી છૂટ્યો હતો - Divya Bhaskar
બાળક મંદિરમાંથી નાસી છૂટ્યો હતો
  • મંદિરમાંથી દોડીને જતું બાળક ફૂટેજમાં રિલીફ રોડ સુધી બાળક એકલું જતું જોવા મળ્યું

કાલુપુર સ્વામિનારાયણ મંદિરની આંગન સંસ્થામાંથી બાળક ગુમ થઈ ગયો હતો. એક સાથે બાળકોને મંદિરમાં જમવા લઈ જવાયા હતા, ત્યારે તેમાંથી એક બાળક ગાયબ હોવાથી મામલો સામે આવ્યું હતું. મંદિર પાસેના સીસીટીવીમાં બાળક ભાગતું દેખાયું હતું. બાળક કયા કારણસર સંસ્થાથી ભાગી ગયો તે બાબતની પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે બાળક કાગડાપીઠ વિસ્તારમાંથી આવ્યું છે.

સંસ્થા દ્વારા પોલીસને જાણ કરાઈ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરની આંગન નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થાનું એક સાત વર્ષનું બાળક ગુમ થયું હતું. જેને લઈને પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજ મળતાં બાળક મંદિરમાંથી દોડીને જતું જોવા મળ્યું હતું. બાદમાં ફૂટેજ જોતા જોતા રિલીફ રોડ સુધી બાળક એકલું જતું જોવા મળ્યું હતું.

બાળક રિલીફ રોડ તરફ ભાગતો સીસીટીવીમાં દેખાયો
બાળક રિલીફ રોડ તરફ ભાગતો સીસીટીવીમાં દેખાયો

કેશિયરે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી
સ્વામિનારાયણ મંદિરના કેશિયર ઈશ્વર પટેલે બાળક ગુમ થતાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સાત વર્ષનું આ જે બાળક છે તેનું નામ સાહિલ છે. તેની માતાનું નામ નુરીબહેન અને પિતાનું નામ નાસિરભાઈ જણાવી રહ્યો હતો. તેના માતા પિતા સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હોવાનું તે સંસ્થામાં લવાયો તે પહેલા જણાવતો હતો. બાળક ઘરેથી ઝગડો કરીને નીકળ્યું હતું. બાદમાં તે વાસણા પોલીસને મળી આવતા તેને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ 25 મેના રોજ બાળકને આ સંસ્થામાં મોકલી આપ્યું હતું.

બાળકોને કાંકરિયા ફરવા લઈ જવાયા હતા
ગઈકાલે અહીં રાખવામાં આવેલા બાળકોને કાંકરિયા ફરવા પણ લઈ જવાયા હતા. પણ બાદમાં રાત્રે મંદિરમાં જમવા લઈ જવાયા બાદ બધા બાળકોને જ્યારે પરત લવાયા ત્યારે આ સાત વર્ષનો બાળક મળ્યો નહોતો. જેથી તેની શોધખોળ હાથ ધરાઈ પણ ન મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે અપહરણની શંકા દાખવી ફૂટેજ જોતા બાળક એકલું જ નીકળે છે અને દોડતા દોડતા મંદિરમાંથી નીકળી ભાગી ગયુ હોય તેમ જણાતા અપહરણની થિયરીને પોલીસે નકારી કાઢી હતી. ગુમ થનાર બાળક તોફાની હતું અને અન્ય બાળકો સાથે મારામારી પણ કરતો હોવાનું અહીં કામ કરતા સ્મિતા બહેન જણાવ્યું હતું.

બાળકને ગઈકાલે કાંકરિયા ફરવા લઈ જવાયા હતા
બાળકને ગઈકાલે કાંકરિયા ફરવા લઈ જવાયા હતા

પોલીસે બાળક મળે તો જાણ કરવા અપીલ કરી હતી
બાળકમાં ખામી હતી કે મંદિરની સંસ્થાની ખામી કે સંસ્થા ના અન્ય કારણો કે ત્યાંના બંધનથી ત્રાસી બાળક ગુમ થઈ ગયો તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ બાબતોનો જવાબ તો બાળક પોલીસ કહી શકશે તેમ હાલ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદની શી ટીમ, મિસિંગ સેલ અને સ્થાનિક પોલીસ બાળકને શોધવામાં લાગ્યા હતા. એટલું જ નહીં, પોલીસે પણ લોકોને અપીલ કરી હતી કે, આ બાળક કોઈને પણ જોવા મળે તો તાત્કાલિક કાલુપુર પોલીસ અથવા પોલીસને ફોન કરી જાણ કરે.

અન્ય સમાચારો પણ છે...