તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:7 કામ સિંગલ ટેન્ડર મંજૂરી માટે મુકાયાં

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઈ કામમાં સિંગલ ટેન્ડર આવે તો ફરી જાહેરાત આપી નવી ટેન્ડરિંગ પ્રક્રિયાની જોગવાઈ છે. જોકે કેટલાક કિસ્સામાં સિંગલ ટેન્ડરને મંજૂરી માટે મૂકી દેવાય છે. રોડ-બિલ્ડિંગ કમિટીમાં રજૂ થયેલા 16 પૈકી 7 કામ સિંગલ ટેન્ડરના છે. દૂધેશ્વરમાં મેટરનિટી હોમ, નવા વાડજમાં આંગણવાડીઓ બનાવવા તથા રીપેરિંગના ટેન્ડરને ઓછા ભાવથી મંજૂરી માટે કમિટીમાં મુકાયું છે. પૂર્વ ઝોનમાં રસ્તા માઇક્રો રિસરફેસિંગ માટે મગાવેલું ટેન્ડર 36.45 ટકા ઓછા ભાવ સાથે રજૂ થયું છે.

ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, અસારવામાં રોડ રિસરફેસ, હેવી પેચવર્કનાં કામ સિંગલ ટેન્ડરથી આવતાં 29.97 ટકા વધુ ભાવ સાથે મંજૂરી માટે રજૂ કરાયાં છે. જોધપુરમાં પણ રોડ રિગ્રેડ, રિસરફેસ માટે 21.20 ટકા વધુ ભાવ સાથે મંજૂરી માટે રજૂ થયું છે. સ્ટેડિયમ વોર્ડમાં પણ રસ્તા રિસરફેસ માટેના કામ 21.50 ટકા વધારે ભાવથી મંજૂર કરવા રજૂ થયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો