હવામાન:લો-પ્રેશરની અસરથી રાજ્યમાં 7થી 10 નવે. સુધીમાં માવઠાની આગાહી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે
  • સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને કચ્છમાં વિશેષ અસરની શક્યતા

અરબી સમુદ્રમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરોથી 7થી 10 નવેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થશે, જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત છે. લો-પ્રેશરની અસરોથી આગામી બે દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વાદળિયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

ગુરુવારે શહેરમાં વહેલી સવારથી શરુ થયેલાં ઉત્તર-પુર્વથી પૂર્વના ઠંડા પવનોની અસરથી ઠંડીનો ચમકારો વર્તાયો હતો. ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયુ હતું. જેને કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો.

આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, હાલમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ છે, જે આગામી 24થી 48 કલાકમાં ભારતના પશ્ચિમના દરિયાકાંઠાની ઉત્તરની તરફ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...