તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અડાલજ પાસે આઇસર ટ્રક ડિવાઈડર સાથે અથડાતા વાહનને રોકી તપાસ કરાઇ હતી. તપાસમાં ડ્રાઇવર પાસે લાઇસન્સ સહિત કોઈ પુરાવા ન હતા. આથે આઇસર અને ટેલર ડિટેઇન કર્યાં હતાં. આ બંને વાહન લઈને જીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડ આરટીઓ આવી રહ્યા હતા ત્યારે સાત શખસ ભાટ ગામ પાસે ઝપાઝપી કરી ડિટેઇન કરેલી ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા.
ટ્રક ડ્રાઇવર પાસે લાયસન્સ નહોતું
ગત 10 ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યે રણાસણ ગામના ટોલપ્લાઝા પાસે સુભાષબ્રિજ આરટીઓના ઇન્સ્પેક્ટર કે.વી. પરમાર, એ.પી. પંચાલ, એ.એમ. મેવાડી, એચ.આર. ચૌહાણ સાથે જીઆઇએસએફના ગાર્ડ નરેન્દ્રસિંહ સોલંકી અને દીપક રાવત ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે એક આઈસર ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ હતી, આથી જીજે 01 AU 3523 નંબરના ટ્રક ચાલકને રોક્યો હતો. ટ્રકચાલકની આંખો પણ ઘેરાયેલી હતી. તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત ટ્રકના પુરાવા માગ્યા હતા. જે આપી ન શકતા ટ્રક ડિટેઈન કરી હતી આ સમયે ત્યાંથી પસાર થતાં જીજે 17 UU 7321 નંબરનું ટેલર પણ ડિટેઇન કર્યું હતું. ડિટેઇન કરેલાં બંને વાહનો સુભાષબ્રિજ આરટીઓ કચેરી લાવવાની સૂચના આપી ઇન્સ્પેક્ટરો તપાસમાં નીકળી ગયા હતા.
ગાળાગાળી-ઝપાઝપી કરી હતી
વધુમાં ઇન્સ્પેક્ટર એ.પી. પંચાલે કહ્યું કે, બંને ગાર્ડ ટ્રક અને ટ્રેલર ચલાવીને ભાટ ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક સ્કોર્પિયો ગાડી આવીને ઊભી રહી હતી અને તેમાંથી સાત લોકો નીચે ઉતર્યા હતા. આ લોકોએ તમામ નિયમો નેવે મૂકી કોઈપણ જાતના ડર વગર ગાર્ડ પાસે આઈસર ટ્રક લઈ જવાનો આગ્રહ કર્યો હતો. ટ્રક આપવા ઇનકાર કરતા શખસે ગાર્ડ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી. દરમિયાન ટ્રક લઈ ભાટ ગામ તરફ રવાના થઇ ગયા હતા. જાણ થતાં ઇન્સ્પેક્ટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે જીઆઇએસએફના સિક્યુરિટી ગાર્ડ દીપક રાવતે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઇન્સ્પેક્ટરો પર થતાં હુમલાને રોકવા જરૂરી
આરટીઓ ઇન્સ્પેકટર એસોસિએશને જણાવ્યું કે, ઈન્સ્પેક્ટરો પર થતાં હુમલાના લીધે ચેકિંગની કામગીરી વખતે ભયનો માહોલ રહે છે. ઇન્સ્પેકટરો સાથે હથિયારધારી પોલીસ હોવી પણ જરૂરી છે, જેથી કરીને ડિટેઇન કરેલા વાહનો છોડાવવા માટે ટોળા દ્વારા હુમલા થાય તે સમય સ્વબચાવ થઇ શકે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.