તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલાયો:અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં 3.40 લાખની ચોરી, મુદ્દામાલનો ભાગ પાડવા કિન્નર સહિત 7 આરોપીઓ ભેગા થયા અને પોલીસ ત્રાટકી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપ� - Divya Bhaskar
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપ�
  • લોકડાઉન પછી રોજગારી છીનવાઇ જતા કિન્નર અને સાથીઓ ચોરી કરવા લાગ્યા
  • જુહાપુરામાં જ્વેલર્સની દુકાનમાં દાગીના ચોરી ગુનામાં 7 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા.

કોરોનાએ અનેક લોકોની જિંદગી બદલી નાખી છે તેની સાથે કેટલાય લોકોની રોજગારી છીનવી લીધી છે.ત્યારે કિન્નર સહિત તેમના સાથીઓ ભેગા મળીને ઘરફીડ ચોરી કરવા લાગ્યા હતા.જે અંગે પોલીસે ચોરીના મુઉદ્દમાલ સાથે 7 લોકોને ધરપકડ કરી છે.વેજલપુર પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

જ્વેલર્સની દુકાનમાંથી લાખોના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો
તાજેતરમાં થોડા દિવસ પહેલા જુહાપુરામાં આવેલા એક જવેલર્સ શોપમાં ત્રણેક લાખની ચોરીની ઘટના બની હતી. કર્ફ્યુ સમયે પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાંય કેમની ચોરી થઈ તે પોલીસ વિચારતી હતી. આખરે પોલીસે ગુનો નોંધી બાતમી આધારે ફેઈઝાન શેખ, યુનુસ મન્સૂરી, સેફુલા પઠાણ, દાઉદ શેખ, સુનિલ પરમાર, નયન યાદવ અને શેફ અલી શેખની ધરપકડ કરી છે. આ ગેંગે એક સપ્તાહ પહેલા મધ રાતે જુહાપુરામાં આવેલ રોયલ અકબર ટાવરમાં એસ.આર જવેલર્સના તાળા તોડી 3.40 લાખના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. અને મિનિટોમાં જ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે આ આખી ઘટના જવેલર્સ શો રૂમમાં લાગેલ CCTVમાં કેદ થઈ ગઈ હતી.

વેજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
વેજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ પોલીસની પકડમાં
જવેલર્સના માલિકને પાડોશી દુકાનદારે બીજા દિવસે સવારે કોલ કરી જણાવેલ કે તેની દુકાનમાં ચોરી થયેલ છે. જવેલર્સના માલિકે વેજલપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી CCTV આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે તપાસ કરતા આરોપીઓ એક મકાનમાં ભેગા થયા હોવાની પોલીસને બાતમી મળતા જઈને મકાનમાં સર્ચ કર્યું તો આરોપીઓ સાથે મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

ચોરીના ગુનામાં એક કિન્નર પણ શામેલ
આ ગુનામાં મુખ્ય આરોપી સૈફુલા પઠાણ હોવાનું સામે આવ્યું છે. જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે ઓળખ થતાની સાથે વેજલપુર પોલીસની ટીમે 7 આરોપીની મુદ્દામાલનો ભાગ પાડે તે પહેલાં એક મકાન માંથી ઝડપી પાડયા હતા. આરોપીમાં એક કિન્નર પણ છે અને આરોપીઓએ ગુનામાં વપરેલા વાહનો ચોરીના હોવાનું આવ્યું છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ ચોર ટોળકી અન્ય કેટલી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે તેમજ અન્ય કેટલા લોકો તેની સાથે સંડોવાયેલ છે.