પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં અનેક વખત કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ડ્રગ્સ ભારતમાં આવે તે પહેલાં ઓપરેશન પાર પાડી ઝડપી પાડવામાં આવે છે, ત્યારે કોસ્ટ ગાર્ડ અને ATS એ સાથે મળીને બોટ કબ્જે કરી હતી. જેમાં 7 પાકિસ્તાની હતા. આ પાકિસ્તાનીઓ પોતાની સાથે માદક પદાર્થ લઈને આવ્યા હતા. જે ભારતની દરિયાઈ સીમમાં મોટી બોટ જોઈને દરિયામાં ફેંકી દીધો હતો.
અલ નોમાન બોટ રોકીને 7 પાકિસ્તાનીને ધરપકડ કરી
ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયા બોટમાં માદક પદાર્થ ગુજરાતમાં મોકલાવી રહ્યા હતા. જેને લઈને ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાનથી આવેલી અલ નોમાન નામની બોટ રોકી હતી. જે બોટ તપાસતા તેમાંથી કોઈ માદક પદાર્થ નહતો મળ્યો. પરંતુ બોટમાંથી 7 પાકિસ્તાની શખસો મળી આવ્યા હતા. જે તમામ વિરુદ્ધમાં ગેરકાયદેસર ભારતીય સીમમાં પ્રવેશવા બદલ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
બોટ વાપરનારે 2 થેલામાં ડ્રગ્સ ચડાવ્યો હતો
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બોટનો માલિક મોહમદ વસીમ છે. બોટને શહાબ અને રાહીદ વાપરતા હતા. શહાબના કહેવાથી રાહીદે બોટમાં પ્લાસ્ટિકના 2 થેલા ચઢાવ્યા હતા અને તેને ભારતીય સીમમાં ડિલિવરી કરવાનું જણાવ્યું હતું. બોટમાં ટંડેલને આ બદલ 2 લાખ અને દરેક ખલાસીને 50 હજાર આપવાનું નક્કી કર્યું હતું. આ થેલા વી.એચ.એફને સંપર્ક કરીને આપવા કહ્યું હતું. દરિયામાં 7 લોકોએ સામેથી મોટી બોટ આવતા જોઈને બંને થેલા દરિયામાં ફેંકી દીધા હતા. હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.