તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિટોરિયમ:વસ્ત્રાલમાં 43.47 કરોડના ખર્ચે બની રહેલા ઓડિટોરિયમમાં 7 મોટરાઇઝ્ડ લાઇટિંગ બાર

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
6660.14 ચો.મી બિલ્ડઅપ એરિયામાં આકાર લઈ રહ્યું છે આ ઓડિટોરિયમ - Divya Bhaskar
6660.14 ચો.મી બિલ્ડઅપ એરિયામાં આકાર લઈ રહ્યું છે આ ઓડિટોરિયમ
 • 1 હજારની ક્ષમતા ધરાવતા ઓડિટોરિયમમાં VIP લોન્જ અને લેડિઝ-જેન્ટ્સ ગ્રીનરૂમની સુવિધા હશે
 • 18 હજાર 800 ચો.મીમાં તૈયાર થઈ રહેલા આ ઓડિટોરિયમમાં ગ્રાઉન્ડ ઉપરાંત હશે બીજા બે ફ્લોર

અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલમાં 43.47 કરોડના અંદાજિત ખર્ચ સાથે નવું ઓડિટોરિયમ આકાર લઈ રહ્યું છે. પશ્ચિમની શાન ગણાતા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ કરતાં પણ ઉત્તમ કહી શકાય તેવા આ ઓડિટોરિયમમાં સહેજેય 1 હજાર સીટિંગ કેપેસિટી હશે.

18 હજાર 800 ચો.મી વિસ્તારમાં તૈયાર થઈ રહેલા આ ઓડિટોરિયમમાં ગ્રાઉન્ડ ઉપરાંત બીજા બે ફ્લોર હશે. આમ હવે પૂર્વમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે માટેના કાર્યક્રમો માટે શહેરના પશ્ચિમ વિસ્તારમાં નજર નહીં દોડાવી પડે. જોકે, શહેરના પૂર્વમાં ટ્રસ્ટ સંચાલિત કેટલાક ઓડિટોરિયમ ધૂળ ખાઈ રહ્યાં છે પણ નવું આકાર લઈ રહેલા આ ઓડિટોરિયમને ચોક્કસ ઉપયોગમાં લેવાશે તેમ કોર્પોરેશનના સૂત્રો કહે છે. કુલ 6660.14 ચો.મી બિલ્ડઅપ એરિયામાં આ ઓડિટોરિયમ આકાર લઈ રહ્યું છે.

આ સુવિધાઓ હશે ઓડિટોરિયમમાં

 • જેટલી મોટરાઈઝ્ડ ​​​​​​​ઓટોમેટિક સ્ટેજ લાઈટિંગ બાર
 • ડિજિટલ ડીમર બોર્ડ, ડીએમએક્સ કંટ્રોલ, ટચ સ્ક્રિન યુએસબી પ્રોગ્રામેબલ
 • વીડિયો કોન્ફરન્સ સેન્ટર
 • 3 કર્ટેન મેન સ્ક્રીન માટે
 • ફોર વે ફૂલ રેન્જ સરાઉન્ડ સિસ્ટમ
 • પ્રેઝન્ટેશન સિસ્ટમ
 • વીઆઇપી લોન્જ તેમજ રૂમ
 • લેડિઝ-જે્ન્ટસ ગ્રીન રૂમ
 • પાર્કિંગની પૂરતી સુવિધા પણ હશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો