આશ્રમમાં PM:ગાંધી આશ્રમમાં મોદીની 7 મિનિટ, ક્રીમ ઝભ્ભો અને ખાદીનો ખેસ પહેરી બાપુને પુષ્પાંજલિ અર્પી, પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદીએ હૃદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી

ભારતની આઝાદીના 75મા વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાને ક્રીમ કલરનો ઝભ્ભો અને ખાદીનો ખેસ પહેરી ગાંધી આશ્રમ આવ્યા હતા, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યાર બાદ 7 મિનિટ સુધી આશ્રમમાં રોકાયા હતા, જ્યાં હૃદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી તેમજ વિઝિટર બુકમાં સંદેશ લખી સભા સ્થળે પહોંચ્યા હતા.

પીએમ મોદીની બાપુને શબ્દાંજલિ
દોઢ પાનામાં લખાયેલી શબ્દાંજલિ દ્વારા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંના પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓને યાદ કરીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પાવન ધરતી પર ફરી આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું."

વડાપ્રધાને ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં સંદેશો લખ્યો.
વડાપ્રધાને ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં સંદેશો લખ્યો.

આશ્રમની વિઝિટર બુકમાં વડાપ્રધાનનો ખાસ સંદેશ
પ્રધાનમત્રી આગળ લખે છે, "આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા અપાઈ રહેલી કાર્યાંજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્ત્વપૂર્ણ ક્ષણને તો યાદ કરશે જ, સાથે ભવિષ્ય નિર્માણ માટે નવી ઊર્જા સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી અમે ભારતવાસી, પોતાના કર્તવ્યોનું પાલન કરતા, અમૃત મહોત્સવના ઉદ્દેશોને અવશ્ય સિદ્ધ કરીશું."

મોતીના દાણા જેવા અક્ષરોથી મોદીની બાપુને શબ્દાંજલિ
મોતીના દાણા જેવા અક્ષરોથી મોદીની બાપુને શબ્દાંજલિ
ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી અને ફોટો પડાવ્યો.
ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી અને ફોટો પડાવ્યો.

આશ્રમમાં 7 મિનિટ રોકાયા બાદ PM સભા સ્થળે પહોંચ્યા
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમૃતસરમાં આશ્રમના સેક્રેટરી અમૃત મોદીના ખભા પર હાથ મૂકીને પીએમએ વાતચીત પણ કરી હતી. આશ્રમમાં 7 મિનિટ રોકાયા બાદ વડાપ્રધાન સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કલાકારો ઉપસ્થિતિ રહ્યા હતા અને. અનેક સાંસ્કૃતિ કાર્યક્રમો થયા છે, જેમાં બોલિવૂડના સિંગર તેમજ એક્ટર્સે પણ ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં પ્રદર્શન નિહાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં પ્રદર્શન નિહાળ્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હતો
સાબરમતી ગાંધી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડીયાત્રાનું ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હતી, જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. દાંડીયાત્રાનો ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું, જ્યાંથી પદયાત્રા આગળ વધી અને પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે પહોંચી હતી. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે.

ગાંધી આશ્રમમાં પ્રદર્શન નિહાળવા દરમિયાન મોદીએ ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કર્યું હતું.
ગાંધી આશ્રમમાં પ્રદર્શન નિહાળવા દરમિયાન મોદીએ ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કર્યું હતું.

મધ્યપ્રદેશ અને તામિલનાડુથી લોકો આવ્યા
દાંડીયાત્રામાં જોડાનારા મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તામિલનાડુથી એક ગ્રુપ આવ્યું હતું. અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી ગયા હતા. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા હતા.

ગાંધી આશ્રમના કર્મચારીએ વડાપ્રધાન મોદીને પ્રદર્શન અંગેની માહિતી આપી હતી.
ગાંધી આશ્રમના કર્મચારીએ વડાપ્રધાન મોદીને પ્રદર્શન અંગેની માહિતી આપી હતી.