તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર યુટિલિટી:ગોએરની 7 ફ્લાઈટ રદ, શારજાહની 3.45 કલાક સહિત 4 મોડી, નર્સિંગ-ફીઝિયોમાં ખાલી 105 જગ્યા માટે ઓફલાઈન એડમિશન

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ટેક્નિકલ કારણોસર અમદાવાદ આવતી જતી ચાર ફ્લાઇટ 45 મિિનટથી માંડીને 3.45 કલાક સુધી મોડી પડી હતી. ગોએરની 7 ફ્લાઇટ કેન્સલ થઇ હતી. ગો એરની અમદાવાદ - વારાણસીની ફ્લાઇટ પણ 3.16 કલાક મોડી પડી હતી. એર ઇન્ડિયાની બે ફ્લાઇટ, એર અરેબિયા- ગો એર અને ઇન્ડિગોની એક- એક ફ્લાઇટ મોડી હતી.

મોડી પડેલી ફ્લાઇટ

સ્થળસમય
અમદાવાદ - શારજાહ3.42 કલાક
અમદાવાદ-વારાણસી3.16 કલાક
અમદાવાદ-દિલ્હી1.38 કલાક
પૂણે-અમદાવાદ2.2 કલાક
ઔરંગાબાદ-અમદાવાદ45 મિનિટ

કેન્સલ થયેલી ફ્લાઇટ

 • ગો-એર
 • અમદાવાદ -દિલ્હી
 • અમદાવાદ - બેંગલુરુ
 • અમદાવાદ - લખનૌ
 • અમદાવાદ - દિલ્હી
 • દિલ્હી - અમદાવાદ
 • ચેન્નઈ - અમદાવાદ
 • બેંગલુરુ - અમદાવાદ

એજ્યુકેશન: નર્સિંગ-ફીઝિયોમાં ખાલી 105 જગ્યા માટે ઓફલાઈન એડમિશન
સરકારી નર્સિંગ અને ફિઝીયોથેરાપી સંસ્થામાં ખાલી પડેલી 105 જગ્યાઓ માટે ઓફલાઈન પ્રવેશના રાઉન્ડનુ આયોજન હાથ ધરાયું છે. વિદ્યાર્થીઓએ 17 ફેબ્રુઆરી રાત્રે 8 સુધીમાં પ્રવેશમાં ભાગ લેવા માટે સંમતિ આપવાની રહેશે. રૂબરૂમાં હાજર રહેવા અંગેનો કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ જાહેર કરાશે. અગાઉ એએનએમ-જીએનએમ (નર્સિંગ) કોર્સમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 31મી જાન્યુઆરી હતી. જ્યારે બીએસસી નર્સિંગ માટેની અંતિમ તારીખ 28મી ફેબ્રુઆરી છે. જોકે હવે તમામ કોર્સમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 28મી ફેબ્રુઆરી નિર્ધારિત કરાઈ છે. ફિઝીયોથેરાપીમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 31મી જાન્યુઆરી હતી, જે 28 ફેબ્રુઆરી કરાઈ છે.

રેલવે: અમદાવાદથી પસાર થતી ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ટ્રેન 26મીએ રદ
અમદાવાદથી પસાર થતી બે ટ્રેન એક-અેક દિવસ માટે રદ કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. પૂર્વ મધ્યના સોનપુર ડિવિઝનના બચવાડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામ માટે 26મીએ ગાંધીધામથી ભાગલપુર એક્સપ્રેસ અને 1 માર્ચે ભાગલપુર-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે. અમદાવાદ ડિવિઝનના વિરમગામ-સામખિયાળી સેક્શનના સુખપુર-હળવદ-ધનાળા સ્ટેશનો વચ્ચે કામગીરીથી ભૂજ-બાંદ્રા ટર્મિનસ - ભૂજ સ્પેશિયલ હળવદ સ્ટેશને રોકાશે નહીં. બાંદ્રા ટર્મિનસ -ભૂજ સ્પેશિયલ 17 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી હળવદ સ્ટેશને ઊભી નહીં રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો