સાબરમતી નદીમાં પાણી શુદ્ધ કરીને 7 ફ્રેન્ચવેલ મારફતે શહેરને 170 એમએલડી પાણીનો જથ્થો પૂરો પાડવા માટે તૈયાર કરાયા હતા. જોકે છેલ્લા 3 કે 4 વર્ષથી 50 કરોડના ખર્ચે તૈયાર કરેલા આ ફ્રેન્ચવેલ સાબરમતીમાં ગટરના ગંદા પાણીને કારણે બંધ પડ્યા છે. પાણી ટ્રીટ નહીં થઈ શકવાને કારણે આ ફ્રેન્ચવેલ બંધ હાલતમાં છે ત્યારે અન્ય રીતે મ્યુનિ. કરોડોનો ખર્ચ કરી રહી હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે કર્યો છે.
નર્મદા કેનાલથી આવતા પાણીને શુદ્ધ કરી શહેરમાં પીવા માટે પહોંચાડવા માટે ઇન્દિરા બ્રિજ, કેશવનગર, મોટેરા, સાબરમતી અને વાડજ ખાતે ફ્રેન્ચવેલ બનાવાયા હતા. જેમાં રો વોટર આવતું હતું, જોકે આ જગ્યા પર આવતું પાણીની ગુણવત્તા બગડતાં છેલ્લા 3 વર્ષથી આ ફ્રેન્ચવેલ બંધ પડ્યા છે.
કોતરપુર ખાતે 150 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવાની ફરજ પડી છે. અધિકારીઓની બેદરકારીને કારણે 200 કરોડનો વ્યર્થ ખર્ચ કરવો પડે છે. કેન્દ્રે અગાઉ સાબરમતી સ્વચ્છ કરવા 100 કરોડની સહાય આપી હતી, જોકે તે રકમ વપરાવા છતાં પણ સાબરમતી નદીના પાણીની ગુણવત્તા હજુ સુધરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.