અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર ગુરુવારે 7 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. વિવિધ એરલાઈન્સ પાસે એરક્રાફ્ટની તંગી હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. ફ્લાઈટો કેન્સલ થતાં ઈમરજન્સીમાં જતા પેસેન્જરે બીજી ફ્લાઈટમાં ઊંચું ભાડું ચૂકવવું પડ્યું હતું.
ગુરુવારે ગો ફર્સ્ટની 4, સ્પાઈસ જેટની 1 અને સ્ટાર એરની 2 મળી 7 ફ્લાઈટ રદ થતાં 1 હજારથી વધુ પેસેન્જરને હાલાકી થઈ હતી. લો કોસ્ટ કેરિયર સ્પાઈસ જેટ પણ જેટ એરવેઝના લિઝ પર લીધેલા એરક્રાફ્ટ પરત કરી દેતા તેમની પાસે પણ અછત છે. જેના કારણે અમદાવાદ કોલકાતાની સવારની ફ્લાઈટ 10 માર્ચ સુધી રદ કરાઈ છે.
જ્યારે સ્ટારની ફ્લાઈટનું એક એરક્રાફ્ટ ટેકનિકલ ખામીના કારણે ગ્રાઉન્ડ કરાતા અમદાવાદથી ભુજ અને બેલગામ ફ્લાઇટ રદ કરાઈ હતી. જ્યારે ચંડીગઢની સવારે 9 વાગ્યાની ફ્લાઈટ 3 કલાક મોડી ઉપડી હતી. જોકે આ તમામ ફ્લાઈટો અગાઉથી રદ કરી દેવામાં આવ્યો હતો હોવાથી જાણ કરી દેવામાં આવી હતી અને તેમને પૂરું રિફંડ અથવા બીજા દિવસમાં તારીખ એક્સચેન્જ કરી દેવામાં આવી હતી.
આ ફ્લાઈટો રદ
સેક્ટર | સમય |
ગો ફર્સ્ટ | |
મુંબઈ | 9.25 |
બેંગ્લુરુ | 9.25 |
મુંબઈ | 3.05 |
દિલ્હી | 7.35 |
સેક્ટર | સમય |
સ્પાઈસ જેટ | |
કોલકાતા | 6.35 |
સ્ટારએર | |
ભુજ | 11 |
બેલેગાવી | 2.05 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.