છેતરપિંડી:છ ભાઈઓને 7 ફ્લેટ નહીં આપી રૂ. 13.82 કરોડ પડાવી લેનાર બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

નારણપુરા સુંદરનગર પાસેના ધી સ્પેન્ટા-2માં રહેતા ભરતભાઈ લાખાજી નંદવાણા (ઉં.66) એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સૌરીન મહેન્દ્રભાઈ પંચાલ(રહે. સોપાન રેસિડેન્સી, નવરંગપુરા) વિરુદ્ધ રૂ.13.82 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, ભરતભાઈ અને તેમના 5 ભાઈઓની માલિકીની રૂ.22 કરોડની કિંમતની જમીનનો સોદો તેમણે સૌરીન પંચાલ સાથે નક્કી કર્યો હતો, જેના પર સૌરીન પંચાલે ધી સેન્ટ્રલ પાર્ક નામની સ્કીમ મુકી હતી, જેમાં ભરતભાઈને 2 ફલેટ અને તેમના ભાઈઓને 5 ફલેટ મળીને કુલ 7 ફલેટ પેટે સૌરીન પંચાલને આ પૈસા આપ્યા હતા.

જો કે સૌરીને પૈસા લઈને આ સાતેય ફલેટના દસ્તાવેજ ભરતભાઈ અને તેમના ભાઈઓને કરી આપ્યા ન હતા. ભરતભાઈ અને તેમના ભાઈઓના 7 ફલેટ સૌરીન પંચાલે અન્ય વ્યક્તિઓને વેચી દીધા હતા. તેમ છતાં સૌરીન પંચાલે ભરતભાઈ અને તેમના ભાઈઓ પાસેથી ફલેટ પેટે લીધેલા રૂ.13.82 કરોડ પાછા નહીં આપી છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...