કોરોના ગુજરાત LIVE:ઉત્તરાયણ બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો પણ મોત વધ્યાં, આજે નવા 9,177 દર્દી સામે 7ના મોત

9 દિવસ પહેલા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 16 હજાર 090ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અમદાવાદ શહેર-જિલ્લામાં 2666 કેસ જ્યારે સુરત શહેર-જિલ્લામાં 2497 કેસ નોંધાયા

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે અને આજે 9 હજાર નવા કેસ આવ્યા છે. જો કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. ગઈકાલે 10 હજાર કેસની સપાટી વટાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,177 નવા કેસ નોંધાયા છે અને 5404 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં 2497 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 2666 કેસ નોંધાયા છે.

59564 એક્ટિવ કેસ અને 60 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 16 હજાર 090ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 151 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 46 હજાર 375 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 59 હજાર 564 એક્ટિવ કેસ છે, જેમાંથી 60 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 59 હજાર 504 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં જાન્યુઆરીના 14 દિવસમાં કોરોનાથી 26નાં મોત
આજે 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે જેમા અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું છે. ગઈકાલે નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

1 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી9,17754047
કુલ આંક886142923659

રાજ્યમાં કુલ 9,16,090 કેસ, 10,151 દર્દીનાં મોત અને 8,46,375 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ269,247245,7983,415
સુરત164,632146,6881,969
વડોદરા84,66779,357788
રાજકોટ61,87558,506736
જામનગર36,08134,818483
મહેસાણા25,15324,383177
ભાવનગર22,84921,418304
ગાંધીનગર22,96921,019205
જૂનાગઢ20,97920,555271
બનાસકાંઠા13,97613,535162
કચ્છ13,76613,074145
પંચમહાલ12,04711,79470
પાટણ11,87211,506129
ભરૂચ12,53611,798118
અમરેલી11,06710,825103
ખેડા11,52711,03249
દાહોદ10,2059,98838
આણંદ1,89810,18551
સાબરકાંઠા9,6459,283157
ગીર-સોમનાથ8,8738,57167
મહીસાગર8,3928,20372
સુરેન્દ્રનગર8,3918,030136
નવસારી8,3587,59932
મોરબી7,0666,54087
વલસાડ8,2996,93464
નર્મદા6,0575,94815
અરવલ્લી5,2955,15379
તાપી4,5534,46425
દેવભૂમિ દ્વારકા4,3824,17083
પોરબંદર3,5533,49022
છોટાઉદેપુર3,4133,36538
બોટાદ2,2262,17842
ડાંગ88385218
અન્ય રાજ્ય1621593
કુલ916,090846,37510,151
અન્ય સમાચારો પણ છે...