બૂટલેગર દ્વારા અમદાવાદ જિલ્લામાં દારૂનું ગોડાઉન પકડાયું છે. પોલીસ દ્વારા જિલ્લામાં લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં રહે તેમ પ્રયાસ કરવાનો હતો. પરંતુ બૂટલેગર અમદાવાદ જિલ્લામાં દારૂનું ગોડાઉન ચલાવતા હતાં. આ બધી જાણ અમદાવાદ જિલ્લાના કેટલાક લાલચુ પોલીસના કારણે થયું પણ વિજિલન્સે આખા રેકેટનો પર્દાફાશ કરી નાંખ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) કણભામાં 10 લાખનો દારૂ પકડ્યો છે, જે દારૂ અમદાવાદ શહેરમાં મોકલવાનો હતો.
ઝાક જીઆઇડીસીમાં 4498 બોટલ દારૂ ગોડાઉન ઝડપાયો
અમદાવાદમાં દારૂ લાવવા માટે 7 બૂટલેગર ભેગા મળીને કણભામાં આખું ગોડાઉન ભર્યું હતું. કણભામાં સ્થાનિક પોલીસની જાણ બહાર આ ગોડાઉન હોય તેમ માનવામાં આવે તેમ નથી. પરંતુ વિજિલન્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ચૌહાણ પીએસઆઈ અને નાયર નામના કોન્સ્ટેબલને આ દારૂના ગોડાઉનની જાણ હતી, પણ કોઈ કાર્યવાહી ન થતાં આ અંગે વિજિલન્સની ટીમે રેડ કરીને ઝાક જીઆઇડીસીમાં 4498 બોટલ દારૂ ગોડાઉનમાંથી ઝડપી લીધો છે. આ દારૂના ગોડાઉન પકડાતાં એક પીએસઆઇ ચૌહાણ અને કોન્સ્ટેબલ નાયરની સામે શક ઉઠતા તપાસ માટે છેક ગૃહ વિભાગ સુધી રજૂઆત થઈ છે.
અગાઉ પણ કણભામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો
વિજિલન્સની રેડ દરમિયાન શાંતિલાલ મીણા, સોમા મીણા , અને સુરેશ ક્લાસવા ઝડપાઇ ગયા હતાં. વિજિલન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અગાઉ પણ કણભામાં મોટો જથ્થો દારૂનો પકડાયો હતો. ત્યારે પીએસઆઇ અને કોન્સ્ટેબલ નાયર શકના ડાયરમાં હતા. ફરી આ રેડમાં પણ તેમની શંકાસ્પદ ભૂમિકા હોવાનું મનાઈ રહ્યું છે. આ કેસમાં અમદાવાદના કુખ્યાત બૂટલેગર રવિન્દ્ર બાપુનગર, સોનુ રાજપૂત વસ્ત્રાલ, રાજેન્દ્રસિંહ અમરાઈવાડી, પંછી, અજય, પપ્પી રખિયાલ વોન્ટેડ છે. આ સમગ્ર મામલે હવે ઉચ્ચ સ્તરે પણ રજૂઆત થતાં ક્રાઇમ બ્રાન્ચના ફરજ બજાવતા નાયરની સામે પણ તપાસ ચાલુ થઈ હોવાની વિગત જાણવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.