મુસાફરને થયો કડવો અનુભવ:એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદથી USA જતા મુસાફર શિકાગો પહોંચ્યા ત્યાં 7 બેગ ગુમ, એરલાઈન્સે કહ્યું- એેક દિવસ તમારી બેગ મળી જશે!

અમદાવાદ19 દિવસ પહેલા
એર ઈન્ડિયાની ફ્લાઈટની પ્રતીકાત્મક તસવીર અને ઈન્સેટમાં કમલેશ પટેલ.
  • મહેસાણાના કમલેશ પટેલે મુસાફરી દરમિયાન થયેલા કડવા અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો
  • ​​​​​ બેગ ન મળવાની એર ઇન્ડિયામાં ફરિયાદ પણ કરી હતી

એર ઇન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કમલેશ પટેલે મુસાફરી દરમિયાન થયેલા કડવા અનુભવનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો છે. તેઓ અમદાવાદ-દિલ્હી થઈને અમેરિકા પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમને થયેલા કડવા અનુભવને વીડિયો દ્વારા વ્યક્ત કર્યો છે.

ત્રણ કલાક સુધી કોઈ જવાબ ન મળ્યો
કમલેશભાઈ 10મી નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટ(862)માં અમદાવાદથી દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી ફ્લાઈટ(AI127) અમેરિકાના શિકાગો પહોંચ્યા હતા. શિકાગો પહોંચતાની સાથે જ તેમના ધ્યાનમાં આવ્યું કે તેમની સાથે લઈ ગયેલી 8 બેગમાંથી 7 ગાયબ હતી. જ્યાં ત્રણ કલાક સુધી કોઈએ જવાબ ન આપ્યો અને પછી કહ્યું કે, તમારી બેગ મળી જશે. કમલેશ પટેલનો દાવો છે કે તેમની બેગ ન મળવાથી એર ઇન્ડિયામાં ફરિયાદ પણ કરી હતી. ત્રણ કલાક સુધી કોઈ જવાબ ન મળતા અંતે બેગ ગાયબ હોવાની વિગત માટે ફોર્મ ભર્યું અને એક દિવસ તેમને મળી જશે, એમ જાણ કરવામાં આવી હતી.

કમલેશ પટેલ અને તેમના પરિવારજનોની એર ઈન્ડિયાની ફ્લાઈટની ટિકિટ
કમલેશ પટેલ અને તેમના પરિવારજનોની એર ઈન્ડિયાની ફ્લાઈટની ટિકિટ

એક દિવસ શિકાગો રોકાયા પણ બેગ ન મળી
તેઓ એક દિવસ શિકાગોમાં રોકાયા પણ બેગ ન મળી. જે બાદ તેઓ ધંધા વેપાર માટે કામ હોવાથી પરિવારને શિકાગોમાં જ મૂકી અલાબા જવા રવાના થયા હતા. જોકે હજુ સુધી તેમને કિંમતી સામાન સાથેની 7 બેગ મળી નથી. જેના કારણે તેમણે રઝળી પડવાનો વારો આવ્યો છે. તેમનું કહેવું છે કે આજદિન સુધી તેમણે આ પ્રકારની બેકાર સર્વિસ જોઈ નથી.

સામાન ગુમ થવાને લઈ એર ઈન્ડિયાને કરવામાં આવેલી જાણની નકલ
સામાન ગુમ થવાને લઈ એર ઈન્ડિયાને કરવામાં આવેલી જાણની નકલ

ફર્સ્ટ ક્લાસ-બિઝનેસ ક્લાસના મુસાફરોનો સામાન સલામત હતો
તેમાં પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ફ્લાઇટમાં ઇકોનોમિ ક્લાસમાં પ્રવાસ કરી રહેલા 70% પ્રવાસીઓનો સામાન પણ ગાયબ છે. માત્ર ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના મુસાફરોનો સામાન જ સલામત રહ્યો હતો. ઈન્ડિયાનો સંપર્ક કરવા છતાં હજુ સુધી તેમના તરફથી કોઈપણ પ્રકારની જવાબ મળ્યો નથી. પોતાનો સામાન મેળવવા માટે પ્રવાસીઓ હજુ શિકાગોમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...