તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 7 Arrested, Including 5 Women Enjoying Alcohol gambling In Satellite, Ahmedabad; Muddamal Including Liquor Bottle, Cash 17 Thousand, Coin Seized

કાર્યવાહી:અમદાવાદની સેટેલાઇટમાં દારૂ-જુગારની મહેફિલ માણતી 5 મહિલા સહિત 7 પકડાયાં; દારૂની બોટલ, રોકડા 17 હજાર, કોઈન સહિતનો મુદ્દામાલ કબજે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સેટેલાઈટમાં આવેલી શિવરંજની સોસાયટીના એક બંગલાના ટેરેસ પર શનિવારે રાતે જુગાર રમી રહેલી 5 મહિલા તથા દારૂ પી રહેલા 2 પુરુષની પોલીસે ધરપકડ કરી હતી, જેમાંથી બે પુરુષ દારૂ પી રહ્યા હતા જ્યારે 5 મહિલા કોઈનથી જુગાર રમી રહી હતી, જેમાં 2 દંપતી અને અન્ય 3 મહિલાનો સમાવેશ થાય છે. ફેક્ટરી માલિકે તેના બંગલાના ટેરેસ પર પાર્ટી ગોઠવી હતી.

શિવરંજની સોસાયટીના બંગલા નંબર-23ના ટેરેસ પર શનિવારે રાતે ભેગી થયેલી મહિલાઓ અને પુરુષો દારૂ પીને જુગાર રમી રહ્યા હોવાની બાતમી સેટેલાઈટ પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં બંગલાના માલિક પરિનભાઈ મહેન્દ્રભાઈ શાહ અને તેમના મિત્ર અમનભાઈ અમૂલ વાલાણી દારૂ પી રહ્યા હતા. જ્યારે પરિનભાઈ અને મહેન્દ્રભાઈનાં પત્ની સહિત 5 મહિલા કોઈનથી જુગાર રમી રહી હતી.

સેટેલાઈટ પીઆઈ જે. બી. અગ્રાવતે જણાવ્યું હતું કે, પરિનભાઈ અને અમનભાઈ દારૂ પી રહ્યા હતા. જ્યારે તે બંનેનાં પત્ની સહિત 5 મહિલા જુગાર રમી રહી હતી. મહિલાઓની તપાસ કરતા તેમણે દારૂ પીધો ન હતો. જ્યારે પરિનભાઈ અને અમનભાઈ જુગાર રમી રહ્યા ન હતા. આથી પોલીસે 5 મહિલા વિરુદ્ધ જુગારધારા હેઠળ જ્યારે પરિન અને અમન વિરુદ્ધ દારૂ પીવાનો ગુનો નોંધ્યો હતો. બંગલા માલિક પરિન રખિયાલમાં ફેક્ટરી ધરાવે છે અને શનિવારે રાતે તેમના બંગલામાં જ દારૂ - જુગારની પાર્ટીનું આયોજન કર્યંુ હતંુ.

ચાંદખેડામાં જુગાર રમતા 6ની ધરપકડ
ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે બાતમીના આધારે ચાંદખેડાના કમલેશ ઠાકોરના મકાનમાં દરોડો પાડીને કમલેશ, સંકેત, હરીશ પટેલ, ચેતન, સખીલ ઠાકોર અને શક્તિસિંહ ઝાલા મળીને 6ને જુગાર રમતા ઝડપ્યા હતા અને કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...