અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સોલાબ્રિજ પાસે આવેલા ઓક્સિજન પાર્કમાં આવતીકાલે 6800 જેટલા વૃક્ષો અને 68 વડ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ બંને કાર્યક્રમો આવતીકાલે સવારે 8:30 વાગ્યે યોજાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સોલા બ્રિજ નજીક ઓક્સિજન પાર્કમાં 6800 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ 68 જેટલા વડ વૃક્ષ પણ વાવવા આવનાર છે. ઘાટલોડિયા પ્રાથમિક શાળા ખાતે બાળકોને અમૂલ દૂધની બોટલોનું વિતરણ કરવામાં આવશે જ્યારે દરેક વોર્ડમાં આવેલી આંગણવાડીઓ દીઠ પાપા પગલી પુસ્તિકાનું વિતરણ પણ કરવામાં આવનાર છે.
ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યા
શહેરના પીરાણા ડમ્પ સાઈટની સામે સુએઝ ફાર્મ તરીકે ઓળખાતી જગ્યામાં બનેલા ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી દક્ષિણ ઝોનનાં એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આજે કુલ ત્રણ મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારના બાંધકામો, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે હિટાચી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ઈસનપુર વૉર્ડમાં નારોલ નરોડા રોડ પર આવેલ સર્વોદયનગર એસ્ટેટના શેડ નં 11 ના પ્રથમ માળે કરવામાં આવેલા બિન પરવાનગીના બાંધકામને ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે તોડી દુર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.