એશિયાટિક સિંહના ગૃહમાં ચોંકાવનારા આંકડા:રાજ્યમાં સિંહની સંખ્યા 674, બે વર્ષમાં કુદરતી રીતે 325 અને અકુદરતી રીતે 42 સિંહના મોત

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયન અંગે વિધાનસભા ગૃહમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લાં બે વર્ષમાં 327 મોત થયા હોવાના આંકડા સરકારે ગૃહમાં રજૂ કર્યા છે. વિધાનસભા ગૃહમાં ગીરમાં વસતા સિંહની સ્થિતિ અને સંખ્યા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સરકારને વિવિધ સવાલ કરવામાં આવ્યા. સરકારના જવાબ પ્રમાણે રાજ્યમાં સિંહોની સંખ્યા 674 છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોનું કુદરતી અને અકુદરતી રીતે મૃત્યુ થયુ તેની માહિતી પણ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી.

રાજ્યમાં સિંહોની સંખ્યાની માહીતી​​

વર્ષસિંહ (નર)સિંહણ (માદા)બચ્ચાવણ ઓળખાયેલકુલ
202020630929130674

રાજ્યમાં સિંહની સંખ્યા 674
રાજ્યમાં ગીરના સિંહની સંખ્યા બાબતે વર્ષ 2020ની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહની કુલ સંખ્યા 674 હોવાનું સામે આવ્યું હતું. તમામ સિંહ પૈકી સૌથી વધુ માદા સિંહની સંખ્યા 309 નોંધાઈ છે. જ્યારે નર સિંહની સંખ્યા 206 અને બાળ સિંહની સંખ્યા 29 નોંધાઈ છે. આ ઉપરાંત વણઓળખાયેલા સિંહની સંખ્યા 130 નોંધાઈ છે. વર્ષ 2015માં કરવામાં આવેલી વસ્તી ગણતરીની સરખામણીએ વર્ષ 2020ની વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યામાં 151નો વધારો નોંધાયો છે જે ટકાવારી મુજબ 28.87 ટકા છે.

રાજ્યમાં સિંહોનું કુદરતી મૃત્યુ

વર્ષસિંહ (નર)સિંહણ (માદા)બચ્ચાવણઓળખાયેલાકુલ
2020-213121710123
2021-222633540113
2022-23161755189

325 સિંહના બે વર્ષમાં કુદરતી મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે 325 સિંહનો મૌત થયા છે. જેમાં સૌથી વધુ સિંહ બાળના મોત થયા છે. બે વર્ષમાં 180 સિંહ બાળના મોત થયા છે. જ્યારે નર સિંહની વાત કરીએ તો 73 મોત થયા છે. આ ઉપરાંત 71 માદા સિંહણના કુદરતી રીતે મોત થયા છે. આ ઉપરાંત વણ ઓળખાયેલા 1 સિંહનું કુદરતી રીતે મોત થયુ છે.

અકુદરતી રીતે સિંહના મોતની સંખ્યા

વર્ષસિંહ (નર)સિંહણ (માદા)બચ્ચાકુલ
2020-2126614
2021-2248416
2022-2344311

અકુદરતી રીતે 41 સિંહના મોત
રાજ્ય સરકારે કોગ્રેસ ધારાસભ્ય અમિત ચાવતાના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત થયા છે. જેમાં નર સિંહ 10, માદા સિંહ 18, બચ્ચા 13 અકુદરતી રીતે મોત થયુ છે. અકુદરતી રીતે મોત થવાના અનેક કારણો છે. જેમાં કુવામાં પડવાથી, અકસ્માત થવાથી, કરંટ લાગવાથી, હત્યા વગેરે જેવા કારણો જવાબદાર હોય છે.

સરકારે સિંહના મોત અટકાવવા લીધેલા પગલાં
સિંહની બિમારીમાં તત્કાલિક સારવાર માટે વેટેનરી ઓફિસરની નિમણૂક કરવામાં આવી. સિંહના અવર જવરના વિસ્તારમાં વન્યપ્રાણી મિત્રોની નિમણૂક કરવામાં આવી. વન્યપ્રાણી રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્કયુ ટીમની રચના કરી ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. ગીર આસપાસના રેવન્યુ વિસ્તારમાં અસુરક્ષિત ખુલ્લા કુવાઓને પારાપેટ વોલ બાંધ સુરક્ષિત કરવાની કામગિરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ, વન્ય વિભાગ અને પીજીવીસીએલ દ્વારા સતત પ્રેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...