ઓપિનિયન પોલ:67% લોકોએ કહ્યું, હા, PM તરીકેનાં 7 વર્ષમાં પહેલીવાર મોદીની ઇમેજને ‘કોરોના’નું ગ્રહણ લાગ્યું

સોશિયલ મીડિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 વર્ષ પૂર્ણ કર્યા છે
  • 7 વર્ષમાં પહેલીવાર મોદીની ઇમેજને કોઈ અસર પહોંચી છે કે નહીં તે વિશે દિવ્ય ભાસ્કરના સોશિયલ મીડિયા પર ચાલ્યો પોલ
  • ફેસબુક પેજ પર 67% લોકોએ કહ્યું 'હા', જ્યારે 33% લોકોએ કહ્યું 'ના'
  • ટ્વિટર પેજ પર 62.8% લોકોએ કહ્યુ 'હાં', જ્યારે 37.2% લોકોએ કહ્યું 'ના'

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 7 વર્ષ પણ કોઈ રોલર-કોસ્ટર રાઈડથી કમ નથી રહ્યાં. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નોટબંધી અને GST જેવા નિર્ણયોની ટીકા તથા બીજી ટર્મમાં નાગરિકતા કાનૂન, કૃષિ વિધેયકે મોદીની સત્તાના પાયા હચમચાવી નાખે એવા પડકારો ઊભા કર્યા હતા, પણ હવે કોરોનાએ મોદીની ઈમેજને મોટું ગ્રહણ લગાડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાંથી બહાર આવવું અઘરું છે.

આજ મુદ્દાને ધ્યાનમાં લઈ દિવ્ય ભાસ્કરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ઓપિનિયન પોલ ચલાવ્યો હતો અને લોકોને પૂછ્યું હતું કે શું તમને લાગે છે કે PM તરીકેનાં 7 વર્ષમાં પહેલીવાર મોદીની ઇમેજને ‘કોરોના’નું ગ્રહણ લાગ્યું હોય? સોશિયલ મીડિયા પર ચાલેલા આ પોલના કમેન્ટ સેક્શનમાં પણ લોકોએ દિલ ખોલીને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા.

દિવ્ય ભાસ્કરના ઓફિશિયલ ફેસબુક પર 24 કલાક ચાલેલા આ પોલમાં 917 લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો જેમાં 67% લોકોએ 'હા'માં જવાબ આપ્યો, જ્યારે 33%એ 'ના'માં જવાબ આપ્યો.

દિવ્ય ભાસ્કરના ટ્વિટર પેજ ઉપર પણ આ જ રીતે આ પોલ ચાલ્યો, જ્યાં કુલ 3,538 લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જેમાં 62.8% લોકોએ 'હા'માં અને 37.2% લોકોએ 'ના'માં જવાબ આપ્યો.

અન્ય સમાચારો પણ છે...