ટેકાના ભાવે ખરીદી:66,340 ખેડૂતો મગફળીના વેચાણ માટે આવ્યા, રૂ. 617 કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડની હજુ 20 ટકા ખરીદી કરવાની બાકી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા હાથ ધરાઇ છે, અત્યારે ચાલી રહેલા પ્રથમ રાઉન્ડમાં પણ હજુ 20 ટકા ખરીદી બાકી હોવાનું અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, 4.70 લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ પૈકી 3.43 લાખ ખેડૂતોને વેચાણ કરવા આવવા માટેના મેસેજ મોકલાયા છે. એ પૈકી હજુ સુધીમાં 66,340 ખેડૂતો મગફળીના વેચાણ માટે આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ ખેડૂતોની રૂ. 617 કરોડની 1.17 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હોવાનું મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું. જોકે આ વખતે ખુલ્લા બજારમાં સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોને ટેકાના ભાવે વેચવામાં રસ ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...