ભાસ્કર બ્રેકિંગ:144 કૉલેજોની 66 હજાર બેઠકો પર ધો. 10માં પાસિંગ માર્ક્સ મેળવનારાને હવે ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મળશ

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
  • નવા શૈક્ષણિક સત્રથી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર, જૂનમાં જાહેરાત
  • AICTEની નવી માર્ગદર્શિકા
  • 35 કરતાં ઓછા ટકા કે ગ્રેસિંગ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને આ નિર્ણયનો સીધો જ લાભ મળશે
  • અગાઉ સરેરાશ 35 ટકા મેળવ્યા હોય તો જ પ્રવેશ આપવામાં આવતો હતો
  • એપ્રૂવલ પ્રોસેસ હેન્ડબુકની માર્ગદર્શિકા મુજબ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે
  • નવા ફેરફાર અનુસાર ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર

રાજ્યભરની ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કરાશે. આ ફેરફાર અનુસાર ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર બનશે. અગાઉ ધોરણ 10ના પરિણામમાં સરેરાશ 35 ટકા (એગ્રીગેટ) મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ મળતો હતો. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની એપ્રૂવલ પ્રોસેસ હેન્ડબુકની માર્ગદર્શિકા મુજબ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (એસીપીડીસી) નવા શૈક્ષણિક સત્રની પ્રવેશ કાર્યવાહી હાથ ધરશે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 30થી વધુ જિલ્લાની આશરે 144 કોલેજોમાં 66,804 બેઠકો છે, જે પૈકીની 36 જેટલી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોની 21 હજાર બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યમાં સેલ્ફ ફાઈનાન્સ અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડની 108 કોલજોમાં 46123 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. પ્રવેશ નિયમોમાં ફેરફારના કારણે ઓછી ટકાવારી ધરાવતા અથવા તો પાસીંગ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને પણ ધોરણ 10 પછીના ડિપ્લોમા કોર્સમાં 60થી વધુ બ્રાન્ચમાં પ્રવેશ માટેની તક મળી રહેશે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા 9,78,000 વિદ્યાર્થીઓએ આપી છે.

46123 જેટલી બેઠકો ઉપલબ્ધ છે.
પ્રવેશ નિયમોમાં ફેરફારના કારણે ઓછી ટકાવારી ધરાવતા અથવા તો પાસીંગ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને પણ ધોરણ 10 પછીના ડિપ્લોમા કોર્સમાં 60થી વધુ બ્રાન્ચમાં પ્રવેશ માટેની તક મળી રહેશે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા 9,78,000 વિદ્યાર્થીઓએ આપી છે.

કયા કયા બોર્ડના વિદ્યાર્થીઓને આનો સીધો જ લાભ મળશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), સીબીએસઈ બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ (આઈસીએસઈ), નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) બોર્ડમાંથી ધોરણ 10માં ચાલુ વર્ષમાં પરીક્ષા પાસ કરનારા અથવા તો અગાઉનાં વર્ષોમાં ઉપરોક્ત બોર્ડની પરીક્ષા આપીને પાસ થનારા વિદ્યાર્થીઓને આનો સીધો જ લાભ મળશે.

ધોરણ 10ના પરિણામમાં ડી ગ્રેડ એટલે કે 33થી 40 ટકા મેળવનારા વિદ્યાર્થીઓ

વર્ષવિદ્યાર્થીઓ
201568,407
201656,423
20177327
20186,937
20196288
202013,977

આશરે 25 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાની તક રહશે, પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે

ધોરણ 10ની પરીક્ષા પાસ કરનારા જે વિદ્યાર્થીઓ સ્કિલ ધરાવતા હશે તેવા વિદ્યાર્થીઓની ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. આ ઉપરાંત અગાઉનાં વર્ષોમાં ધોરણ 10 પાસ કરનારા વિદ્યાર્થીઓ કે જેઓ 33 ટકા માર્ક્સ અને બોર્ડ દ્વારા પાસ જાહેર કરાયેલા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં પ્રવેશ મેળવી શકતા ન હતા તેઓ પણ હવે પ્રવેશ પાત્ર બનશે.

શૈક્ષણિક વર્ષ 2021-2022 માટેની ડિપ્લોમા-ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 41,160 બેઠકો ભરાઈ હતી, જ્યારે કુલ 25,644 બેઠકો ખાલી રહી હતી

સંસ્થાની આંકડાકીય વિગતો

બેઠકોબેઠકો ભરાઈટકાવારીખાલી બેઠકો
સરકારી31191661405673.34%5110
ગ્રાન્ટ ઇનએઈડ51515147097.03%45
એસએફઆઈ, પીપીપી108461232563455.58%20489
કુલ144668044116061.61%25644

(આ વર્ષે 9,78,000 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી છે, જે પૈકી પાસ થનારા અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તક)

અન્ય સમાચારો પણ છે...