મ્યુનિ. હેલ્થ વિભાગે છેલ્લા સપ્તાહમાં 66 ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલ્યા હતા. જેમાં રાણીપ જયશ્રી કલ્યાણ નમકીના ગાંઠિયામાં અને નરોડા ક્રિષ્ના ટ્રેડર્સમાંથી પલ્પી સ્ટ્રોબેરી જ્યુસમાં ભેળસેળ પકડાઈ હતી. મ્યુનિ. હેલ્થ વિભાગે ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થના 140 નમૂના લીધા હતા. જેમાંથી 82 નમૂના યોગ્ય હોવાનું તથા 2 અયોગ્ય હોવાનું સાબિત થયું છે. બાકીના સેમ્પલનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.
જાન્યુઆરીમાં 66 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં મીઠાઈના 8, દૂધની બનાવટના 3, ખાદ્ય તેલના 3, ફ્રિટસ્કશના 7, નમકીનના 6 તથા અન્ય ખાદ્ય પદાર્થના 36 નમૂનાનો સમાવેશ થાય છે. 215 એકમોની તપાસ કરી મ્યુનિ.એ 1.51 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 193 કિલો અને 39 લિટર ખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો.
આ સેમ્પલમાં ભેળસેળ
એકમ નમૂના
જયશ્રી નમકીન, ન્યૂ રાણીપ ગાંઠિયા
ક્રિષ્ના ટ્રેડર્સ, નરોડા પલ્પી જ્યુસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.