ભાસ્કર એક્સક્લૂઝિવ:50-100 વર્ષ જૂની મિલકતોની બજાર કિંમત નક્કી કરવા પ્લાનની નકલ ફરજિયાત થતાં દસ્તાવેજમાં 65% ઘટાડો

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોટ વિસ્તાર, ગામતળના વિસ્તારોમાં આવેલી રજિસ્ટ્રાર કચેરીમાં રોજના 30ને બદલે માંડ 10 દસ્તાવેજ થાય છે

​​​​​​શહેરની 50થી 100 વર્ષ જૂની મિલકતોમાં બીયુ કે પ્લાન પાસ વગર પ્રોપર્ટી કાર્ડ અને મ્યુનિ.ટેક્સ બિલના આધારે દસ્તાવેજ થતાં હતાં. પરંતુ રાજ્ય સરકારે સુધારો કરીને જૂની મિલકતોની બજાર કિંમત નક્કી કરવા એપ્રૂવ્ડ પ્લાન ફરજિયાત કરાતા દસ્તાવેજની સંખ્યામાં 65 ટકા ઘટાડો થયો છે. નરાડો, નારોલ, ઓઢવ, પાલડી અને ગામતળના વિસ્તારોની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની કામગીરી ધીમી થઈ ગઈ છે. આ કચેરીઓમાં રોજના 30થી 40 દસ્તાવેજ થતાં હતાં. જેની સામે હાલ માત્ર 10થી 12 જ દસ્તાવેજ થાય છે.

મિલકતની બજાર કિંમત નક્કી કરવા દસ્તાવેજ સમયે એપ્રુવલ પ્લાનની કોપી ફરજિયાત મુકવાનો નિયમ 16 જુલાઈથી અમલમાં આવ્યો છે. નવા પરિપત્રથી શહેરના કોટ વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત ગામતળના વિસ્તારોની જૂની મિલકતોના દસ્તાવેજ માટે મિલકતની પ્લાન કોપી ફરજિયાત કરાઇ છે. જે મિલકતોના પ્લાન ઉપલબ્ધ નથી, તેના દસ્તાવેજ થઈ શકતા નથી. જેના લીધે સબરજિસ્ટ્રાર કચેરીઓમાં હાલ 3ી0 ટકા જ કામગીરી છે. હાલ જૂની મિલકતોના દસ્તાવેજ સ્વિકારવામાં આવતા નથી. વિવિધ બાર એસોસિએશન સહિતના એસોસિએશનોએ સરકારને પત્ર લખી નારાજગી વ્યકત કરીને જૂની પદ્ધતિ માન્ય રાખવા માંગ પણ કરી છે.

ઇનપુટ શિટમાં લે આઉટ પ્લાન, ડિજિટલ મેપ મરજિયાત હતા
જૂની ઇનપુટ શિટમાં 7-12ના ઉતારાની નકલ, પ્રોપર્ટી કાર્ડ કે વેરાપાવતી (ફરજિયાત), લે આઉટ પ્લાન-કી -પ્લાન-ડિજિટલ મેપ (મરજિયાત), મંજૂર બાંધકામ પ્લાન (ફરજિયાત), બીયુ, બિનખેતી જમીન ખરીદવા બિનખેતી મંજૂર હુકમ જેવા પુરાવાનો સમાવેશ થાય છે.

ફોર્મ-1માં જૂનાં મકાનો માટે લેઆઉટ પ્લાન ફરજિયાત કરાયો
નવા ફોર્મ-1માં ખેતીની જમીન માટે 7-12, 8(અ)ની નકલ (ફરજિયાત), બિનખેતી મંજૂરીનો હુકમ, જમીન લે-આઉટ પ્લાન (ફરજિયાત), બાંધકામ મંજૂરી પ્લાન, બીયુ (ફરજિયાત), અર્બન એરિયા પ્રોપર્ટી કાર્ડ, ટેક્સ બિલ, 63(એ) હેઠળ ઓથોરિટીનો હુકમ.

પ્રોપર્ટીના વેલ્યુએશન માટે સુધારાનો દાવો
રહેણાક, કોમર્શિયલ કે ઔદ્યોગિકમાંથી જમીન કયા હેતુ માટે બિનખેતી થઈ છે, તે જાણીને મિલકતનું વેલ્યુએશન કરી શકાય તે હેતુથી બિનખેતી હુકમની નકલ ફરજિયાત માગવાનું શરૂ કરાયું છે. જ્યારે એપ્રૂવલ પ્લાન માગવાનો ઉદ્દેશ પણ કેટલું બાંધકામ છે, તે જાણીને તે મુજબ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો જ છે.

50થી 100 વર્ષ જૂની મિલકતના પ્લાન નથી
શહેરની આજુબાજુના ગામ, પાલિકા, પંચાયત, ગામતળમાં આવેલાં કેટલાક મકાનો, ચાલીઓ, ટ્રસ્ટની મિલકતો, દુકાનો, ઓફિસો 50 કે 100 વર્ષ જૂના છે અને તેના મિલકત પ્લાન ઉપલબ્ધ નથી. પરંતુ એપ્રુવલ પ્લાન ફરજિયાત કરાતા દસ્તાવેજની કામગીરીને સીધી અસર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...