અમદાવાદથી લગભગ 300 કિ.મી દૂર ઝુઓલૉજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેલિબિટેશન કિંગડમના નામે જામનગરના લાલપુર તાલુકામાં 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ગુજરાતમાં આકાર લઇ પહેલુ આ પ્રથમ પ્રાઇવેટ ઝૂમાં વિદેશથી વિવિધ પ્રાણીઓ લવાઈ રહ્યા છે. અહીં નાઇટ સફારીનો લુફ્ત ઉઠાવી શકાશે. આ પ્રોજક્ટ ઝડપી પૂર્ણ કરવા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે બુધવારે રાતે 9.23 કલાકે મેક્સિકોથી સ્પેશિયલ કાર્ગો વિમાનનું આગમન થયું હતું.
જેમાં ચિત્તાઓ સહિત જુદી જુદી પ્રજાતિના 65 જંગલી પ્રાણીઓ લાવવામાં આવ્યાં હતાં. કેટલાંક બચ્ચાંઓ હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી ત્રણ જમ્બો કાર્ગો વિમાનમાં 138 જુદા જુદા પ્રાણીઓ આવી ચૂક્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર બુધવારે રાતે મેક્સિકોથી રાડા એરલાઇનનું જમ્બો કાર્ગો વિમાન આવ્યું હતું, જેમાં 65 જંગલી પ્રાણીઓ લવાયા હતા જેનું વજન 11,615 કિ.ગ્રા હતું. વિમાનમાં પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે માટે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવાયું હતું. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવાયું હતું. દરમિયાન આ વિમાન પ્રાણીઓેને લઇ જામનગર ખાતે પહોંચ્યું હતું જ્યાં જામનગર એરપોર્ટ પરથી ફોરેસ્ટની ટીમે વિશેષ રીતે બહાર કાઢી સહી સલામત રીતે પહોંચાડાયા હતા.
વિદેશથી 7 માસમાં 200 પ્રાણી લવાયા | ||
તારીખ | સંખ્યા | પ્રાણી |
20-5-2022 | 95 | વાઘ, રિંછ, લિંકસ, ટેમાનાડોસ, જગુઆરેંડી, |
10-6-2022 | 40 | ચિત્તા |
17-12-2022 | 3 | જિરાફના બચ્ચા |
01-02-2023 | 65 | ચિત્તા સહિત જંગલી પ્રાણીઓ |
પ્રાણીઓ વેક્સિનેટેડ છે,તેની તપાસ કરાઈ
પ્રાણીઓના ક્લિયરન્સ માટે ડીજીએફટીનું લાઈસન્સ ફરજિયાત હોય છે. વિદેશથી આવતાં લાઈવ વાઈલ્ડ એનિમલની કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. જેમાં પ્રાણીઓનું વન ટાઈમ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેઈન ટ્રેડ (ડીજીએફટી)નું લાઈસન્સ લેવું ફરજિયાત છે. પ્રાણીઓ વેક્સિનેટેડ છે અને કોઈ રોગ નહીં હોવાનું જે તે દેશ તેનું હેલ્થ સર્ટિફિકેટ ઈશ્યૂ કરે છે. જ્યારે ભારત આવે ત્યારે ફરીથી હેલ્થ ચેકઅપ કરાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.