નોકરીની જાહેરાત:IBPSમાં 6432 વેકેન્સી, 6 બેન્કમાં PO, ટ્રેઇની આસિસ્ટન્ટ બનવા તક; અરજી માટેની અંતિમ તારીખ 22 ઓગસ્ટ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રીલિમ એક્ઝામ ઓક્ટોબરમાં, મેઇન્સ નવેમ્બરમાં યોજાશે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ (આઈબીપીએસ)એ 6 સરકારી બેન્કમાં પ્રોબેશનરી ઓફિસર (પીઓ), મેનેજમેન્ટ ટ્રેઇનીની કુલ 6432 જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મગાવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 22 ઓગસ્ટ સુધીમાં ઓફિશિયલ વેબસાઇટ ibps.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે.

વર્ષ 2022-23 માટેની આઈબીપીએસ પીઓ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આઈબીપીએસ પીઓની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. આ જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદા 20થી 30 વર્ષ વચ્ચે રાખવામાં આવી છે. જોકે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારોએ અરજી કરતી વખતે રૂ.850 ફી ભરવાની રહેશે. જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 175 રાખવામાં આવી છે.

પસંદગી પામનારા ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમ એક્ઝામ, બીજા તબક્કામાં મેઇન્સ અને ત્યાર બાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારને પ્રતિમાસ રૂ. 14,500થી રૂ. 25,700 સુધીની સેલરી મળશે.

ક્યાં કેટલી જગ્યા?

બેન્કજગ્યા
બેન્ક ઓફ ઇન્ડિયા535
કેનેરા બેન્ક2500
પંજાબ નેશનલ બેન્ક500
પંજાબ એન્ડ સિંધ બેન્ક253
યુકો બેન્ક550
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા2094

મહત્ત્વની તારીખો

પ્રી એક્ઝામ ટ્રેનિંગ

સપ્ટેમ્બર/ઓક્ટોબર

પ્રીલિમ એક્ઝામ

15, 16, 22 ઓક્ટોબર

એડમિટ કાર્ડઓક્ટોબર
રિઝલ્ટનવેમ્બર
મેઇન્સ26 નવેમ્બર
મેઇન્સનું રિઝલ્ટનવેમ્બર
ઇન્ટરવ્યૂ

જાન્યુ/ફેબ્રુઆરી 2023

અન્ય સમાચારો પણ છે...